Monday, 23 December 2019

હુવાવેના અપકમિંગ સ્માર્ટફોનમાં ટ્રિપલ ફ્લિપ કેમેરા સેટઅપ મળશે, કંપનીએ પેટન્ટ ફાઈલ કરાવી

ગેજેટ ડેસ્ક; ચાઈનીઝ ટેક કંપની હુવાવે ટ્રિપલ ફ્લિપ કેમેરા સેટઅપવાળો સ્માર્ટફોન લોન્ચ કરવાની તૈયારીમાં છે. કંપનીએ 9 જાન્યુઆરી 2019માં વર્લ્ડ ઇન્ટલએક્ચ્યુઅલ પ્રોપર્ટી ઓફિસમાં પેટન્ટ ફાઈલ કરાવી છે, જેને 17 ડિસેમ્બરે મંજૂરી મળી છે.

ચાઈનીઝ ટેક વેબસાઈટ ગિઝમોચાઇનાના રિપોર્ટ અનુસાર ફ્લિપ કેમેરાવાળી ડિઝાઇન આસુસ 6z સ્માર્ટફોનથી ઇન્સ્પાયર્ડ છે. આસુસના આ સ્માર્ટફોનમાં 2 કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે, જ્યારે હુવાવેના સ્માર્ટફોનમાં 3 કેમેરા મળશે.

આ કેમેરા સેટઅપ 180 ડિગ્રી ફ્લિપ (ગોળ ફરીને) થઈને ફોનમાંથી બહાર આવશે. ફ્લિપ કેમેરા સેટઅપ રિઅર અને ફ્રન્ટ બન્ને કેમેરાનું કામ કરશે. આ સ્માર્ટફોનને કંપની ક્યારે લોન્ચ કરશે તેની કોઈ સ્પષ્ટતા થઇ નથી.

કંપની ‘હુવાવે p30 લાઈટ 2020’ સ્માર્ટફોનને યુરોપિયન માર્કેટમાં લોન્ચ કરવાની તૈયારીમાં છે. આ ફોનને કંપનીએ માર્ચ મહિનામાં રજૂ કર્યો હતો. ફોનમાં કિરિન 710 ચિપસેટ મળી શકે છે. ફોનની કિંમત 27,000 રૂપિયાની આસપાસ હોઈ શકે છે. જોકે ભારતમાં આ ફોન ક્યારે લોન્ચ થશે તેની કંપનીએ કોઈ માહિતી આપી નથી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Huawei's Upcoming Smartphone to Get Triple Flip Camera Setup, Company filed Patent
Huawei's Upcoming Smartphone to Get Triple Flip Camera Setup, Company filed Patent


from Divya Bhaskar https://ift.tt/2sU7sVI

No comments:

Post a Comment