ગેજેટ ડેસ્ક: ઈનસ્ટન્ટ મેસેજિંગ એપ વ્હોટ્સએપ યુઝરની સુવિધા અને સુરક્ષા માટે અવનવા ફીચરનો ઉમેરો કરતી રહે છે. વર્ષ 2019માં વ્હોટ્સએપમાં ફિંગર પ્રિન્ટ લોક, સ્ટેટસ પ્રાઈવસી, ફેસબુક શેરિંગ સહિતનાં અનેક ફીચરનો ઉમેરો કરાયો છે. વ્હોટ્સએપ ડાર્ક મોડ, ફેસ અનલોક, ડિસઅપિયરિંગ મેસેજ સહિતનાં ફીચર પર કામ કરી રહ્યું છે. આ તમામ ફીચરને વર્ષ 2020માં લોન્ચ કરવામાં આવી શકે છે.
ડાર્ક મોડ
વ્હોટ્સએપ યુઝર્સ ઘણા લાંબા સમયથી આ ફીચરનાં રિલીઝ થવાની રાહ જોઈ રહ્યા છે. કેટલાક બીટા વર્ઝનમાં ડાર્ક મોડ જોવા મળી રહ્યો છે. તેમાં બ્લેક બેક ગ્રાઉન્ડ અને વ્હાઈટ ટેક્સ્ટ સહિતના 3 ઓપ્શન આપવામાંઆવ્યા છે.
ફેસ અનલોક
વ્હોટ્સએપએ થોડા સમય પહેલાં જ સિક્યોરિટી ફીચર ફિંગરપ્રિન્ટ અનલોકનો ઉમેરો કર્યો હતો. તેમાં એડવાન્સ સિક્યોરિટીનો ઉમેરો કરવા માટે વ્હોટ્સએપ ફેસ અનલોક ફીચરને લોન્ચ કરી શકે છે.
ડિસઅપિયરિંગ મેસેજ
આ ફીચરની મદદથી યુઝર તેણે નિશ્ચિત કરેલા સમયે રિસીવ અથવા સેન્ટ મેસેજને ડિલીટ કરી શકશે. શરૂઆતમાં તેને માત્ર ગ્રૂપ માટે રિલીઝ કરવામાં આવી શકેછે. આ ફીચરની મદદથી યુઝર મેસેજ ડિલીટ કરશે તો ‘મેસેજડિલીટેડ’ જેવો કોઈ પણ મેસેજ અન્ય યુઝરને નહીં મળે.
લાસ્ટ સીન ફોર સિલેક્ટેડ ફ્રેન્ડસ
આ ફીચરની મદદથી યુઝરે નક્કી કરેલાં અન્ય યુઝર જ તેનું લાસ્ટ સીન જોઈ શકશે. તાજેતરમાં વ્હોટ્સએપમાં લાસ્ટ સીન માટે એવરીવન, માય કોન્ટેક્ટ અને નો બડી જ ઓપ્શન આપવામાં આવી રહ્યો છે.
ફેસબુક પે
વ્હોટ્સએપએ પહેલાંથી જ યુપીઆઈ ઈનેબલ્ડ વ્હોટ્સએપ પેમેન્ટ્સને રજૂ કર્યું છે. જોકે આ ફીચરને ગ્લોબલી અને માસ ઓડિયન્સ માટે લોન્ચ કરવામાં આવ્યું નથી. વર્ષ 2020માં તેને ગ્લોબલી લોન્ચ કરવામાં આવી શકે છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2SiUKKJ
No comments:
Post a Comment