Saturday, 7 December 2019

વ્હોટ્સએપમાં હવે યુઝર કોલ વેટિંગ નોટિફિકેશન જોઈ શકશે

ગેજેટ ડેસ્કઃ વ્હોટ્સએપમાં સમયાતંરે નવાં ફીચર ઉમેરવામાં આવતાં હોય છે. તેમાં હવે કોલ વેટિંગ નામનાં ફીચરનો ઉમેરો થયો છે. વ્હોટ્સએપે એન્ડ્રોઇડ યુઝર માટે કોલ વેટિંગ નોટિફિકેશન રિલીઝ કર્યું છે.
આ ફીચરમાં યુઝર કોલ પર હશે ત્યારે અન્ય યુઝરના પણ તેને કોલ કરશે તે દરમિયાન કોલ વેટિંગની નોટિફિકેશન મળશે સાથે જ કોલ કરનારા યુઝરને પણ નોટિફિકેશન મળશે.

આ નવી અપડેટ સાથે ફિંગરપ્રિન્ટ અનલોક પણ મળશે

  • વ્હોટ્સએપ 2.19.357 અપડેટમાં કોલ વેટિંગનું ફીચર ઉમેરવામાં આવ્યું છે. આ ફીચરની સુવિધા iOS યુઝર માટે પહેલાંથી જ હતી. આ ફીચરની મદદથી હવે એન્ડ્રોઇડ યુઝરને પણ વેટિંગ કોલનું નોટિફિકેશન મળશે.
  • આ નવી અપડેટ સાથે અનેક પ્રાઇવસી ફીચર પણ મળશે. તેમાં ગ્રૂપ સેટિંગ ફીચર અને ફિંગર પ્રિન્ટ અનલોક ફીચર સામેલ છે.
  • વ્હોટ્સએપ હાલ ડાર્ક મોડ માટે ટેસ્ટિંગ કરી રહ્યું છે. ટૂંક સમયમાં જ તેને એન્ડ્રોઇડ અને iOS યુઝર માટે લોન્ચ કરવામા આવશે.


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
The user will now be able to see the call waiting notification in WhatsApp


from Divya Bhaskar https://ift.tt/38dbPv3

No comments:

Post a Comment