Sunday, 5 April 2020

CCS ઈન્સાઈટ રિપોર્ટ- આ વર્ષે ફક્ત 157 કરોડ સ્માર્ટફોન વેચવામાં આવશે, જે ગત વર્ષ કરતા 13% ઓછું છે, છેલ્લા દાયકામાં આ સૌથી નીચો આંકડો છે

વર્ષ 2020 ઈન્ડસ્ટ્રીઝ માટે ખૂબ મુશ્કેલ રહેશે અને તેનું એકમાત્ર કારણ કોરોનાવાઈરસ છે. આ વાઈરસે અત્યાર સુધી 205 દેશોને પોતાની ઝપેટમાં લઈ લીધા છે અને તેના કારણે સમગ્રવિશ્વમાં 60 હજારથી વધુ લોકોના મોત થયા છે. ટેક્નોલોજી સેગમેન્ટની વાત કરીએ તો સ્માર્ટફોન સેક્ટરને સૌથી વધુ નુકસાન થશે. રિસર્ચ કંપની CCS ઈન્સાઈટના રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, સ્માર્ટફોન માર્કેટ માટે વર્ષ ખરાબ રહેશે. આ વર્ષે સમગ્ર વિશ્વમાં કુલ 157 કરોડ યુનિટનું વેચાણ થશે, જે ગત વર્ષની સરખામણીએ 13 ટકા ઓછું છે. વેચાણની વાત કરીએ તો છેલ્લા એક દાયકામાં વેચાણના સૌથી નીચા આંકડા છે. અત્યાર સુધીમાં માત્ર 126 કરોડ યુનિટ વેચાયા છે, જ્યારે ગત વર્ષે 141 કરોડ યુનિટનું વેચાણ થયું હતુ.

વર્ષનું બીજું ક્વાર્ટર કોરોનાને કારણે ખૂબ જ મુશ્કેલ રહેશે. રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, સપ્લાય અને ડિમાન્ડમાં સમસ્યાના કારણે કમ્બાઈન્ડ શિપમેન્ટમાં 29 ટકાનો ઘટાડો જોવા મળી શકે છે. એટલું જ નહીં રજાઓમાં થતા વેચાણ પર પણ અસર થશે.

અત્યારે સમગ્ર વિશ્વમાં લોકડાઉનના કારણે લોકો ઘરમાં છે, જો કે ડિમાન્ડ સંપૂર્ણ રીતે બંધ નથી થઈ. લોકડાઉનના કારણે સપ્લાયમાં ઘણી સમસ્યા થઈ રહી છે, તેના કારણે ઘણા દેશોના ગ્રાહકો અત્યારે સ્માર્ટફોન ખરીદી નથી શકતા. ભારતની વાત કરીએ તો અહીં એવા ઘણા છે જેમને ગ્રાહકો ફોન ખરીદી કરી લીધી અને તેની ચૂકવણી પણ કરી છે પરંતુ તેઓને ફોન મળ્યા નથી.

આ સમયે લોકો ફોન ખરીદવાનું ટાળી રહ્યા છે તેનું બીજું કારણ એ છે કે લોકડાઉનને કારણે આર્થિક સ્થિતિ પણ ખરાબ થઈ ગઈ છે, આવી સ્થિતિમા ફોનની જગ્યાએ લોકો રોજિંદી જરૂરી ચીજ વસ્તુઓ ખરીદી રહ્યા છે. રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે આ વર્ષે તહેવારના સમયે, માત્ર થોડા ટકા સ્માર્ટફોનનું વેચાણ 2019 કરતા વધુ થયું છે.


પરંતુ સૌથી સારી વાત એ છે કે માર્કેટ ઝડપથી તેજી પણ રિકવર કરી લેશે. આ વર્ષે માંગમાં ઘટાડો થવાને કારણે આવતા વર્ષે એટલે કે 2021માં માંગમાં 12 ટકાનો વધારો જોવા મળી શકે છે જે 2022 સુધી રહેશે. અપેક્ષા છે કે, 2022માં શિપમેન્ટના આંકડા 200 કરોડ સુધી પહોંચી શકે છે. એટલું જ નહીં સ્માર્ટફોન નિર્માતા સસ્તા ફોન બનાવવા પર વધારે ભાર આપશે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે 5G મિડરેન્જ અને ફ્લેગશિપ સ્માર્ટફોન પણ સસ્તા થશે. રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે 2024 સુધી માત્ર 5G ફોન સૌથી વધુ વેચાશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
CCS Insight report claims Only 157 crore smartphones will be sold this year, this is the lowest figure of last decade, 5G phones will become cheap


from Divya Bhaskar https://ift.tt/3bRU9WL

No comments:

Post a Comment