Thursday, 5 December 2019

આ વર્ષની બેસ્ટ એપ સ્પોર્ટિફાય બની બેસ્ટ મૂવીની કેટેગરીમાં અવેન્જર્સ એન્ડ ગેમની પસંદગી થઈ

ગેજેટ ડેસ્કઃ પોપ્યુલર ટેક કંપની ગૂગલે'ગૂગલ પ્લે બેસ્ટ ઓફ 2019 અવોર્ડ' જાહેર કર્યા છે. આ અવોર્ડમાં આ વર્ષની એપ્સ, ગેમ્સ, ઈ-બુક્સ, મૂવી અને ઓડિયો બુકને લિસ્ટ કરવામાં આવી હતી. કંપનીએ યુઝર ચોઈસ અનુસાર તમામ કેટેગરીમાં બેસ્ટ અવોર્ડ જાહેર કર્યા છે. આ કેટેગરીમાં યુઝર્સ ચોઈસ મૂવીઝ, યુઝર્સ ચોઈસ એપ, યુઝર્સ ચોઈસ ગેમ, યુઝર્સ ચોઈસ બુક સહિત અનેક કેટેગરી સામેલ છે.

ગૂગલ પ્લે બેસ્ટ એપ
આ કેટેગરી માટે 10 એપ્લિકેશનને નોમિનેટ કરવામાં આવી હતી. તેમાં એબ્લો, શિલ્પા શેટ્ટી ફિટનેસ, ઓકે ક્રેડિટ, વર્ક ફ્રોમ હોમ, હાઈક સ્ટીકર ચેટ, એનલાઇટ, વેદાંતુ, વીડિયો એડિટર, સ્પોર્ટિફાય અને લાઈવ લાઇન એન્ડ ક્રિકેટ સ્કોર એપ સામેલ હતી. આ તમામ એપમાંથી સ્પોર્ટિફાય એપને બેસ્ટ એપ જાહેર કરવામાં આવી છે. પ્લે સ્ટોર પર સ્પોર્ટિફાય એપને 50 કરોડથી વધારે વખત ડાઉનલોડ કરવામાં આવી છે. સ્પોર્ટિફાય એક ઓનલાઇન મ્યૂઝિક સ્ટ્રીમિંગ એપ છે.


યુઝર્સ ચોઈસ ગેમ ઓફ 2019
આ કેટેગરીમાં લૂડો ઓલ સ્ટાર, બ્રાઉલ સ્ટાર્સ, સ્ટિક ક્રિકેટ લાઈવ, અસેસિયિન ક્રીડ રેબેલિયિન, હેરી પોર્ટર, મસાલા મેડનેસ, એંગ્રી બર્ડ, રેડ, કોલ ઓફ ડ્યુટી અને ઇન્ડિયન એરફોર્સ ગેમ્સને સામેલ કરવામાં આવી હતી. આ તમામ ગેમિંગ એપ્સમાંથી યુઝર્સએ કોલ ઓફ ડ્યુટીને અવ્વ્લ નંબરનું સ્થાન આપ્યું છે. આ ગેમિંગ એપની સાઈઝ 78MBની છે અને તેને અત્યાર સુધી 5 કરોડથી વધારે લોકો ડાઉનડલોડ કરી ચૂક્યા છે.

યુઝર્સ ચોઈસ મૂવીઝઓફ 2019
આ કેટેગરીમાં 10 મૂવીઝને નોમિનેટ કરવામાં આવી હતી. તેમાં અંધાધૂન, એકવામેન, બોહેમિનિયન રેપ્સડી, જોની ઇંગ્લિશ સ્ટ્રાઇક અગેઇન, ઠગ્સ ઓફ હિન્દુસ્તાન, બદલા, માર્વેલ સ્ટુડિયો અવેન્જર્સ એન્ડગેમ, ઝીરો, સ્પાઈડર મેન અને બમ્બલબી સામેલ હતી. માર્વેલ સ્ટુડિયો અવેન્જર્સ એન્ડગેમને બેસ્ટ મૂવી તરીકે જાહેર કરવામાં આવી છે.

યુઝર્સ ચોઈસ બુક ઓફ 2019
બેસ્ટ બુક કેટેગરીમાં ધ બેચલર પાર્ટી, એવરિથિંગ ઇઝ F*cked, ન્યૂ ટ્રેન્ડ્સ ઈન મોર્ડન, વિશ આઈ કુડ ટેલ યૂ, ઇનર એન્જિનિઅરિંગ, નથિંગ વેન્ચ્યર્ડ, ધ એ એમ ક્લબ, સમથિંગ નેવર ટોલ્ડ યૂ, હમ નહીં ચંગે ભૂરા ન કોય અને વેક અપ લાઈફ ઇઝ કોલિંગ બુકનોમિનેટ કરવામાં આવી હતી. તેમાંથી માર્ક મેંશનની બુક એવરિથિંગ ઇઝ F*ckedને બેસ્ટ બુક તરીકે પંસદ કરવામાં આવી છે.

આ સિવાય ટોપ સેલિંગ ટીવી શૉમાં ગેમ ઓફ થ્રોન્સ, ટોપ સેલિંગ ઈ-બુકમાં ધ માસ્ટર, ટોપ સેલિંગ ઓડિયોબુકમાં બીકમિંગ (Becoming)ને અવ્વ્લ સ્થાન મળ્યું છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Avengers Endgame were selected in best movies and Best App is Sportify in Google Play best of 2019


from Divya Bhaskar https://ift.tt/38iwG0a

No comments:

Post a Comment