ગેજેટ ડેસ્કઃ અમેરિકન મલ્ટિનેશનલ ટેક્નોલોજી કંપની એપલનાં 'મેક પ્રો' ડેસ્કટોપ કમ્પ્યૂટરનું વેચાણ બુધવારથી અમેરિકામાં શરૂ થયું છે. એપલ કંપનીએ આ પ્રોડક્ટને જુન મહિનામાં લોન્ચ કરી હતી. અપગ્રેડેડ મેક પ્રોનાં બેઝિક વેરિઅન્ટની કિંમત 5999$ (આશરે 4.23 લાખ રૂપિયા) છે. મેક પ્રો ડિસ્પ્લેનાં બેઝિક વેરિઅન્ટની કિંમત 4,999$ (આશરે 3.53 લાખ રૂપિયા) છે.
એપલ મેક પ્રોનાં ટોપ વેરિઅન્ટમાં 28 કોર ઇન્ટેલ ઝિયોન પ્રોસેસર, 1.5TB ECC (એરર કરેક્ટિંગ કોડ) મેમરી, 4TB SSD (સોલિડ સ્ટેટ ડ્રાઇવ) સ્ટોરેજ, AMD રેડોન પ્રો વેગા 2 ડુઓ ગ્રાફિક્સ 64GB HBM2 મેમરી સાથે મળશે. આ તમામ ફીચર સાથે ટોપ વેરિઅન્ટની કિંમત 50199$ (35.50 લાખ રૂપિયા) છે.
આ કિંમત લક્ઝરી કાર BMW3નાં એન્ટ્રી લેવલ વેરિઅન્ટની કિંમત 28.80 લાખ કરતાં પણ વધારે છે. મેક પ્રોના અપગ્રેડેડ વર્ઝનનું વેચાણ અને બુકિંગ અમેરિકામાં શરૂ કરી દેવામાં આવ્યું છે. જોકે તેને ભારતમાં ક્યારે અને કઈ કિંમત સાથે લોન્ચ કરવામાં આવશે તેની કંપનીએ કોઈ માહિતી આપી નથી.
મેક પ્રોનાં અપગ્રેડેડ વર્ઝન સાથે પ્રો-ડિસ્પ્લે XDR અને મોનિટર માટે સ્ટેન્ડ સાથે વધારાની 6,998$ (આશરે 4.65 લાખ રૂપિયા) ચૂકવણી કરવાની રહેશે. આ બંને એક્સેસરી સાથે મેક પ્રોની કુલ કિંમત 57,197$ (40.53 લાખ રૂપિયા) છે. કંપનીના જણાવ્યા અનુસાર અપગ્રડેડ વર્ઝન ઓરિજિનલ વર્ઝન કરતાં 15 ગણું વધારે ઝડપી છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2YE8YHh
No comments:
Post a Comment