ગેજેટ ડેસ્કઃ સાઉથ કોરિયન ટેક કંપની સેમસંગે ગુરુવારે A સિરીઝનાં સ્માર્ટફોન 'ગેલેક્સી A51' અને 'ગેલેક્સી A71' ને વિયતનામમાં લોન્ચ કર્યાં છે. બંને ફોનમાં પંચ હોલ કેમેરા અને સિક્યોરિટી માટે ઈ-ડિપ્સલે ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે.
Galaxy A51ની કિંમત 7,990,000 VND (આશરે 24,300 રૂપિયા) છે. કંપનીએ 'ગેલેક્સી A71' મોડેલની કિંમત સ્પષ્ટ કરી નથી. બંને ફોનનાં બ્લેક, સિલ્વર, બ્લૂ અને પિન્ક કલર વેરિઅન્ટ લોન્ચ કરવામાં આવ્યાં છે. જોકે ભારતમાં તેને ક્યારે અને કઈ કિંમત સાથે લોન્ચ કરવામાં આવશે તેની કંપનીએ કોઈ જાણકારી આપી નથી.
'ગેલેક્સી A71'નાં બેઝિક સ્પેસિફિકેશન
- 8GBની રેમ ધરાવતા આ ફોનમાં 6.7 ઇંચની સુપર AMOLED HD+ ડિસ્પ્લે મળશે.
- ફોનમાં એક્સીનોસ 9611 2.2Hzનું પ્રોસેસર અને એન્ડ્રોઇડ 10 ઓપરેટિંગ સિસ્ટમ આપવામાં આવી છે. ફોનનું ઇનબિલ્ટ સ્ટોરેજ 128GB છે, જેને માઈક્રો-SD કાર્ડની મદદથી 512GB સુધી એક્સપાન્ડ કરી શકાય છે.
- ફોનમાં 64MP+ 5MP + 12MP + 5MP રિઅર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે ફોનમાં 32MP નો ફ્રન્ટ કેમેરા અટેચ છે.
- ફોનમાં 25વૉટ ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરતી 4,500mAhની બેટરી આપવામાં આવી છે.
'ગેલેક્સી A51'નાં બેઝિક સ્પેસિફિકેશન
- આ વેરિઅન્ટમાં 6.5ઇંચની ફુલ HD+ સુપર AMOLED ડિપ્સલે આપવામાં આવી છે.
- ફોનમાં એક્સીનોસ 9611 2.3GHz પ્રોસેસર અને એન્ડ્રોઇડ 10 ઓપરેટિંગ સિસ્ટમ આપવામાં આવી છે.
- ફોનમાં 4GBની રેમ અને 128GBનું ઈન-બિલ્ટ સ્ટોરેજ આપવામાં આવ્યું છે.
- ગેલેક્સી A51માં પણ 'ગેલેક્સી A71'ની જેમ 48MP+ 5MP + 12MP + 5MP ચાર રિઅર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે ફોનમાં 32MP નો ફ્રન્ટ કેમેરા પણ છે.
- ફોનમાં 15વૉટનું ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરતી 4,000mAhની બેટરી આપવામાં આવી છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2PhkipM
No comments:
Post a Comment