ગેજેટ ડેસ્કઃ કોરિયાઈ ટેક કંપની સેમસંગ તેના A સિરીઝના લેટેસ્ટ સ્માર્ટફોન ‘સેમસંગ ગેલેક્સી A51’ અને ‘સેમસંગ ગેલેક્સી A71’ ટૂંક સમયમાં ભારતમાં લોન્ચ કરશે. સેમસંગ ઇન્ડિયાની ઓફિશિયલ વેબસાઈટ પર A સિરીઝનું ટીઝર રજૂ કરવામાં આવ્યું છે. જોકે કંપનીએ ફોનનાં લોન્ચિંગ અને કિંમત વિશે કોઈ માહિતી આપી નથી. ગત વર્ષે ડિસેમ્બરમાં બંને સ્માર્ટફોન્સને વિયતનામમાં લોન્ચ કરવામાં આવ્યા છે. ભારતમાં ક્યા વેરિઅન્ટ્સને લોન્ચ કરવામાં આવશે તેની પણ કંપનીએ કોઈ સ્પષ્ટતા કરી નથી.
ટીઝર પેજમાં ફોનનાં ચાર રિઅર કેમેરા અને ફાસ્ટ ચાર્જિંગ બેટરી લાઈફને દર્શાવવામાં આવી છે. બંને સ્માર્ટફોન વિશેની અપડેટ માટે કંપની દ્વારા ‘નોટીફાય મી’ ટેબ ઓપન કરવામાં આવી છે. તેની મદદથી યુઝર સ્માર્ટ વિશેની તમામ અપડેટ્સ મેળવી શકશે.
ગેલેક્સી A71'નાં બેઝિક સ્પેસિફિકેશન
- 8GBની રેમ ધરાવતા આ ફોનમાં 6.7 ઇંચની સુપર AMOLED HD+ ડિસ્પ્લે મળશે.
- ફોનમાં એક્સીનોસ 9611 2.2Hzનું પ્રોસેસર અને એન્ડ્રોઇડ 10 ઓપરેટિંગ સિસ્ટમ આપવામાં આવી છે. ફોનનું ઇનબિલ્ટ સ્ટોરેજ 128GB છે, જેને માઈક્રો-SD કાર્ડની મદદથી 512GB સુધી એક્સપાન્ડ કરી શકાય છે.
- ફોનમાં 64MP+ 5MP + 12MP + 5MP રિઅર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે ફોનમાં 32MP નો ફ્રન્ટ કેમેરા અટેચ છે.
- ફોનમાં 25વૉટ ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરતી 4,500mAhની બેટરી આપવામાં આવી છે.
'ગેલેક્સી A51'નાં બેઝિક સ્પેસિફિકેશન
- આ વેરિઅન્ટમાં 6.5ઇંચની ફુલ HD+ સુપર AMOLED ડિપ્સલે આપવામાં આવી છે.
- ફોનમાં એક્સીનોસ 9611 2.3GHz પ્રોસેસર અને એન્ડ્રોઇડ 10 ઓપરેટિંગ સિસ્ટમ આપવામાં આવી છે.
- ફોનમાં 4GBની રેમ અને 128GBનું ઈન-બિલ્ટ સ્ટોરેજ આપવામાં આવ્યું છે.
- ગેલેક્સી A51માં પણ 'ગેલેક્સી A71'ની જેમ 48MP+ 5MP + 12MP + 5MP ચાર રિઅર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે ફોનમાં 32MP નો ફ્રન્ટ કેમેરા પણ છે.
- ફોનમાં 15વૉટનું ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરતી 4,000mAhની બેટરી આપવામાં આવી છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2tl5AFO
No comments:
Post a Comment