Wednesday, 15 January 2020

બુધવારથી ‘રિઅલમી 5i’નો સેલ શરૂ થયો, ફ્લિપકાર્ટ અને રિઅલમી ઓનલાઈન સ્ટોર પરથી ખરીદી શકાશે, કિંમત ₹ 8,999

ગેજેટ ડેસ્ક. ભારતમાં ‘રિઅલમી 5i’નો બુધવારથી સેલ શરૂ થઈ ગયો છે. આ સ્માર્ટફોનને ગત સપ્તાહે લોન્ચ કરવામાં આવ્યો હતો અને તેને રિઅલમી 5ના બેઝિક વેરિઅન્ટ તરીકે લોન્ચ કરવામાં આવ્યો હતો. આ સ્માર્ટફોનને ગ્રાહકો બુધવારથી ફ્લિપકાર્ટ અને રિઅલમી ઓનલાઈન સ્ટોર પરથી ખરીદી શકાશે. આ દરમિયાન ગ્રાહકોને ઓફર્સનો લાભ પણ મળશે. ફોન પર જિયો અને મોબિક્વિકની તરફથી કેશબેકની ઓફર આપવામાં આવી રહી છે.

કંપનીએ ફોનનું 4GB+64GB સિંગલ વેરિઅન્ટ લોન્ચ કર્યું છે. ફોનની કિંમત 8,999 રૂપિયા છે. તેમાં ક્વાડ રિઅર કેમેરા સેટઅપ સહિત 5000mha બેટરી છે. 6.52 ઈંટની વોટરડ્રોપ નોચ ડિસ્પ્લેવાળા આ ફોનમાં સિક્યોરિટી માટે બેક પેનલ પર ફિંગરપ્રિંટ સેન્સર આપવામાં આવ્યા છે. આ સ્પ્લેશ રેજિસ્ટેન્ટ જેવા ફીચરથી સજ્જ છે એટલે કે તેના પર થોડું પાણી અથવા પાણીના છંટકાવથી કોઈ નુકસાન થશે નહીં.ફોનએક્વા બ્લૂ અને ફોરેસ્ટ ગ્રીન કલરમાં ઉપલબ્ધ છે

રિઅલમી 5i: કિંમત અને ઓફર

  • રિયલમી 5iની કિંમત 8,999 રૂપિયા છે.
  • તે માત્ર 4GB રેમ અને 64GB સ્ટોરેજમાં ઉપલબ્ધ છે.
  • તે એક્વા બ્લૂ અને ફોરેસ્ટ ગ્રીન કલરમાં ઉપલબ્ધ છે.
  • તેનો પહેલો સેલ 15 જાન્યુઆરીએ શરૂ થઈ ગયો છે.
  • લોન્ચિંગ ઓફર અંતર્ગત ફોનની ખરીદી પર જિયો યુઝર્સને 7,550 રૂપિયાનું બેનિફિટ્સ જે રિચાર્જ અને શોપિંગ વાઉચર્સના રૂપમાં મળશે.
  • મોબિક્વિક તરફથી 10 ટકા સુપરકેશ આપવામાં આવી રહ્યું છે.
  • કેશિફાઈ દ્વારા ગ્રાહકોને ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવશે.
  • ફોનની ખરીદી વિવિધ બેંકોના ક્રેડિટ કાર્ડથી કરવા પર ગ્રાહકોને 5% સુધીનું ડિસ્કાઉન્ટ પણ મળશે

‘રિઅલમી 5i’નાં બેઝિક સ્પેસિફિકેશન

ડિસ્પ્લે સાઈઝ 6.52 ઇંચ
ડિસ્પ્લે ટાઈપ HD+ વોટરડ્રોપ નોચ ડિસ્પ્લે (720x1600 પિક્સલ રિઝોલ્યૂશન) ઈન-સેલ ડિસ્પલે વિથ 2.5D કર્વ્ડ કોર્નિંગ ગોરીલા ગ્લાસ પ્રોટેક્શન
સિમ ટાઈપ ડ્યુઅલ નેનો સિમ
OS ColorOS 6.0.1 બેઝ્ડ એન્ડ્રોઇડ 9 પાઈ
પ્રોસેસર ઓક્ટાકોર ક્વૉલકોમ સ્નેપડ્રેગન 665
રેમ 4GB
સ્ટોરેજ સ્ટોરેજ 64GB
એક્સપેન્ડબલ 256GB (માઈક્રોએસડી કાર્ડ)
રિઅર કેમેરા 12MP(પ્રાઈમરી સેન્સર)+ 8MP (અલ્ટ્રાવાઈડ સેન્સર) + 2MP (મેક્રો લેન્સ) + 2MP (ડેપ્થ લેન્સ)
કનેકિટવિટી 4G LTE, બ્લુટૂથ 5.0, વાઇફાઇ 802.11AC, 3.5mm ઓડિયો જેક, GPS, માઈક્રો યૂએસબી
ફ્રન્ટ કેમેરા 8 MP
સેન્સર એક્સીલેરોમીટ, એંબિએંટ લાઈટ, જાયરોસ્કોપ, પ્રોક્સિમિટી સેન્સર, ફિંગરપ્રિન્ટ સેન્સર (રિઅર માઉન્ટેડ)
બેટરી 5000 mAh વિથ 10 વૉટ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
'Realme 5i' sale launches on Wednesday, can be purchased from Flipkart and Realme online stores, priced at ₹ 8,999


from Divya Bhaskar https://ift.tt/36Vbc8x

No comments:

Post a Comment