Wednesday, 15 January 2020

મીડિયાટેક ટૂંક સમયમાં હીલિયો G70 અને હીલિયો G70T પ્રોસેસર લોન્ચ કરશે, બજેટ ગેમિંગ સ્માર્ટફોનમાં જોવા મળશે

ગેજેટ ડેસ્ક. પબજી અને ફોર્ટનાઈટ જેવા હેવી સ્માર્ટફોન ગેમ્સની લોકપ્રિયતા બાદ પ્રોસેસર કંપનીઓ હવે ડેડિકેટેડ ગેમિંગ ચિપસેટ પર વધારે ફોકસ કરી રહી છે. ચિપસેટ કંપની મીડિયાટેક ટૂંક સમયમાં હીલિયો G70 અને હીલિયો G70T જેવા દમદાર પ્રોસેસર લોન્ચ કરશે, જે ખાસ બજેટ ગેમિંગ સ્માર્ટફોન માટે બનાવવામાં આવ્યા છે. કંપનીના જણાવ્યા પ્રમાણે, તેનાથી સસ્તા ગેમિંગ ફોનમાં ફાસ્ટ અને સ્મૂધ ગેમિંગનો આનંદ માણી શકાશે. હીલિયો G70 સિરીઝ પ્રોસેસરની સાથે કંપની ક્વોલકોમ સ્નેપડ્રેગન 730G અને 765G જેવી ચિપસેટને ટક્કર આપશે.


હાઈપર એન્જિન ગેમ ટેક્નોલોજીથી સજ્જ હશે ચિપસેટ
તેમાં ચાર ઓક્ટાકોર સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ (CPU) મળશે. તે ચાર કોર્ટેક્સ A55.1.5 ગીગાહર્ટ્ઝ ક્લોક રેટ પર કામ કરશે. ચિપસેટ હાઈપર એન્જિન ગેમ ટેક્નોલોજીથી સજ્જ છે. કંપનીના જણાવ્યા પ્રમાણે, તેના ઈન્ટેલિજન્ટ નેટવર્કિંગ અને રિસોર્સ મેનેજમેન્ટ દ્વારા તે ફાસ્ટ અને સ્મૂધ ગેમિંગનો અનુભવ આપશે.

સારા પરફોર્મંસ માટે આ ચિપસેટ L3 કેશ મેમરી અને 8GB સુધી રેમ સપોર્ટ કરશે. ગ્રાફિક્સની વાત કરીએ તો તેમાં 820MHz મેક્સિમમ ફ્રીકવન્સીવાળુ એડવાન્સ રિકા મશીન (ARM)માલી G2 ગ્રાફિક્સ કાર્ડ મળશે, જે યુઝરની ગેમિંગની જરૂરિયાતોને પૂરી કરશે.

ફોટોગ્રાફીની વાત કરીએ તો, આ ચિપસેટ 48 મેગાપિક્સલ રિઝોલ્યુશનવાળા સિમ્પલ કેમેરા અને 16 મેગાપિક્સલ રિઝોલ્યુશનવાળા ડ્યુઅલ કેમેરાને સપોર્ટ કરશે. તેમાં 30fpsની સાથે 2K વીડિયો રેકોર્ડિંગ અને 60fps પર ફૂલ HD વીડિયો રેકોર્ડિંગ સપોર્ટ મળશે.


ચિપસેટમાં સિંગલ અને ડ્યુઅલ કેમેરા બૂકેહ, મલ્ટી ફ્રેમ નોઈસ રિડક્શન, AI સ્માર્ટ ફોટો આલ્બમ, EIS જેના ફીચર સપોર્ટ કરશે. તે 2520×1080 પિક્સલ સુધીના ડિસ્પ્લે રિઝોલ્યુશનને સપોર્ટ કરવાની સાથે ક્નેક્ટિવિટી માટે તેમાં વાઈ-ફાઈ, ડ્યુઅલ 4G, બ્લૂટૂથ 5.0 સપોર્ટ મળશે. જો કે, તેમાં 5G સપોર્ટ નહીં મળે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
MediaTek to launch Helio G70 and Helio G70T processors soon, budget gaming smartphone


from Divya Bhaskar https://ift.tt/30oR7ER

No comments:

Post a Comment