Tuesday, 18 February 2020

સેમસંગનાં ‘ગેલેક્સી બડ્સ+’નું ભારતમાં પ્રિ-બુકિંગ શરૂ થયું , કિંમત ₹ 11,990

ગેજેટ ડેસ્કઃ કોરિયન ટેક કંપની સેમસંગે તેનાં લેટેસ્ટ ડિવાઇસ ‘ગેલેક્સી બડ્સ+’નું ભારતમાં પ્રિ-બુકિંગ શરૂ કર્યું છે. આ સાથે જ ભારતમાં તેની કિંમત 11,990 રૂપિયા હોવાનો ખુલાસો થયો છે. ગત અઠવાડિયામાં અનપેક ઇવેન્ટમાં ‘ગેલેક્સી S20’ સિરીઝ સાથે આ બડ્સ લોન્ચ કરવામાં આવ્યાં હતા. સેમસંગ ઇન્ડિયાની ઓફિશિયલ વેબસાઈટ પરથી ‘ગેલેક્સી બડ્સ+’નું પ્રિ-બુકિંગ કરી શકાશે. જોકે તેનું શિપમેન્ટ 4 માર્ચથી શરૂ કરવામાં આવશે. કંપની ગ્રાહકોને 564.41 રૂપિયા પ્રતિ માસની EMIની સુવિધા પણ આપી રહી છે. ‘ગેલેક્સી બડ્સ+’નાં બ્લૂ, બ્લેક અને વ્હાઇટ કલર વેરિઅન્ટ લોન્ચ કરવામાં આવ્યાં છે.


‘ગેલેક્સી બડ્સ+’નાં બેઝિક સ્પેસિફિકેશન

  • ‘ગેલેક્સી બડ્સ+’માં 3 માઈક આપવામાં આવ્યાં છે. તેમાંથી 2 બડ્સનાં આઉટર લેયરમાં અને 1 બડ્સની અંદર આપવામાં આવ્યું છે.
  • તેમાં એમ્બિઅન્ટ સાઉન્ડ ટેક્નોલોજી આપવામાં આવી છે, જેનાથી સારો સાઉન્ડ આઉટપુટ મળશે.
  • આ બડ્સ ટેપિંગથી કન્ટ્રોલ થાય છે. 1 ટેપથી મ્યૂઝિક પ્લે/પોઝ, ડબલ ટેપથી નેક્સ્ટ સોન્ગ, ટ્રિપલ ટેપથી પ્રિવિઅસ સોન્ગ, રિસીવ/એન્ડ કોલ અને ટચ એન્ડ હોલ્ડ કરવાથી યુઝર સેટ ફંક્શન સપોર્ટ કરે છે.
  • બડ્સમાં 85mAhની બેટરી આપવામાં આવી છે, જે 11 કલાકનું બેકઅપ આપે છે. ચાર્જિંગ કેસમાં એડિશનલ 11 કલાકનું વધારાનું બેકઅપ આપે છે.
  • બડ્સમાં ફાસ્ટ ચાર્જિંગ આપવામાં આવ્યું છે, જે 3 મિનિટમાં 3 કલાકનો પ્લેબેક ટાઈમ આપે છે.
  • બડ્સમાં Qi વાયરલેસ ચાર્જિંગ, બ્લુટૂથ 5 અને IPX2 રેટિંગ આપવામાં આવ્યું છે.
  • બંને તરફનાં બડ્સમાં કેટલી બેટરી છે તેનું સ્ટેટસ સ્માર્ટફોનમાં જોઈ શકાશે.


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Samsung's Galaxy Buds + starts pre-booking in India, priced at ₹ 11,990
Samsung's Galaxy Buds + starts pre-booking in India, priced at ₹ 11,990


from Divya Bhaskar https://ift.tt/325h39u

No comments:

Post a Comment