Tuesday, 18 February 2020

શાઓમીનું મોબાઈલ એપ સાથે કનેક્ટ થતું ઈલેક્ટ્રિક ટૂથબ્રશ 20 ફેબ્રુઆરીએ ભારતમાં લોન્ચ થશે

ગેજેટ ડેસ્ક: ચીનની શાઓમી કંપનીએ ગ્લોબલ માર્કેટમાં પોતાનું લેટેસ્ટ ઈલેક્ટ્રીક ટૂથબ્રશ લોન્ચ કર્યું હતું. શાઓમી માટે આ ઈલેક્ટ્રિક બ્રશ મિજિયા કંપનીએ બનાવ્યું છે. કંપની આ ઈલેક્ટ્રિક બ્રશને ભારતમાં 20 ફેબ્રુઆરીએ લોન્ચ કરશે. હાલ શાઓમીએ સોશિયલ મીડિયા પર બ્રશનું ટીચર પોસ્ટ કર્યું છે. આ બ્રશ મલ્ટિ મોડમાં ડિટેક્શન ટેક્નોલોજી પર કામ કરે છે.

મોબાઈલ એપ સાથે કનેક્ટ થઈ શકશે
સ્પેનમાં આ ઇલેક્ટ્રિક બ્રશ જુલાઈ, 2018માં લોન્ચ કર્યું હતું, જેની કિંમત 2300 રૂપિયા હતી. ઈલેક્ટ્રિક ટૂથબ્રશમાં મેગ્નેટિક લેવિટેશન સોનિક મોટર છે, તે એન્ટિ કોરોઝન અને મેટલ ફ્રી બ્રશ હેડ સાથે આવશે. યુઝર આ બ્રશને મોબાઈલ એપની સાથે પણ કનેક્ટ કરીને બ્રશ ટાઈમ, બ્રશ સ્ટ્રેન્થ અને અન્ય ઓરલ કેર ફંક્શનને એડજસ્ટ કરી શકશે.

એપમાં યુઝરને બ્રશિંગનો રિપોર્ટ મળશે
ઈલેક્ટ્રિક ટૂથબ્રશ બ્લુટૂથ ક્નેક્ટિવિટીની મદદથી સ્માર્ટફોન સાથે પર કરી શકાશે. મોબાઈલ એપની મદદથી યુઝરને બ્રશિંગનો ડેલી, વિકલી અને મન્થલી રિપોર્ટ પણ મળશે.ટૂથબ્રશમાં 2200 mAhની લિથિયમ આયન બેટરી છે, સિંગલ ચાર્જમાં આ બ્રશ 18 દિવસ સુધી ચાલશે.બ્રશમાં યુએસબી ટાઈપ-સી ચાર્જિંગ પોર્ટ આપ્યો છે. આ બ્રશ IPX7 વોટર રેઝિસ્ટન્ટ રેટિંગ સાથે આવશે.

બ્રશ પેઢાંનું મસાજ પણ કરશે
કંપનીનો દાવો છે કે, આ હાઈ પ્રેશર દાંતની કેવિટીનો નાશ કરે છે, જેથી પેઢાં સ્વસ્થ રહી શકે. આ બ્રશ માત્ર દાંતમાં ફસાયેલો ખોરાક જ સાફ કરે છે તેવું નથી તે પેઢાંનું મસાજ પણ કરે છે. આ કારણે બ્લીડિંગની સમસ્યા ઊભી નહીં થાય. આ મોઢામાં બ્રશ 6 અલગ-અલગ પોઝિશનમાં દાંતની સાફ-સફાઈ કરશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Xiaomi Set to Launch Electric Toothbrush in India on February 20
Xiaomi Set to Launch Electric Toothbrush in India on February 20


from Divya Bhaskar https://ift.tt/2SUfC9K

No comments:

Post a Comment