Saturday, 22 February 2020

ભારતનો પ્રથમ 5G સ્માર્ટફોન ‘રિઅલમી X50 પ્રો 5G’ સોમવારે લોન્ચ થશે, તમામ કેમેરામાં 20x ઝૂમ મળશે

ગેજેટ ડેસ્ક: ભારતનો પ્રથમ 5G સ્માર્ટફોન ‘રિઅલમી X50 પ્રો 5G’ સોમવારે લોન્ચ થશે. ફોનમાં 90Hz રિફ્રેશ રેટવાળી AMOLED ડિસ્પ્લે મળશે. આ ફોનને સ્પેનમાં યોજાનારા MWC 2020 ઇવેન્ટમાં લોન્ચ કરવાનો હતો જોકે કોરોના વાઇરસને લીધે ઇવેન્ટ કેન્સલ થતા ફોનને 24 ફેબ્રુઆરીએ ગ્લોબલી લોન્ચ કરવામાં આવશે.

અત્યાર સુધી 120Hz રિફ્રેશ રેટ સપોર્ટ કરતી LCD AMOLED ડેવલપ ન થઈ હોવાથી ફોનમાં 90Hz રિફ્રેશ રેટવાળી AMOLED LCD ડિસ્પ્લે મળશે. ફોનમાં ડ્યુઅલ પંચ હોલ ડિસ્પ્લે મળશે. તેથી ફોનમાં 2 ફ્રન્ટકેમેરા મળશે તે વાત કન્ફર્મ છે.

60 વોટનું ફાસ્ટ ચાર્જિંગ
ફોનમાં સ્નેપડ્રેગન 855+ પ્રોસેસર આપવામાં આવશે. ફોનમાં 4 રિઅર કેમેરા સેટઅપ મળશે. ફોનમાં 60 વોટનું ફાસ્ટ ચાર્જિંગ આપવામાં આવશે. 4 રિઅર અને 2 ફ્રન્ટ તમામ 6 કેમેરામાં 20x ઝૂમ મળશે. ફોનનાં રસ્ટ રેડ અને મોસ ગ્રીન કલર વેરિઅન્ટ લોન્ચ કરવામાં આવશે. ફોન એક સાથે બંને સિમમાં 5G સપોર્ટ કરશે.

કેટલાક મીડિયા રિપોર્ટ્સ ફોનનાં 8GB+256GB વેરિઅન્ટને લોન્ચ કરવામાં આવી શકે છે. ફોનમાં સોનીનાં 64MP IMX686 સેન્સર સાથે ચાર રિઅર કેમેરા સેટઅપ મળી શકે છે. સિક્યોરિટી માટે ફોનમાં સાઈડમાં ફિંગરપ્રિન્ટ સેન્સર મળશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
India's first 5G smartphone 'Realme X50 Pro 5G' launches on Monday, with 20x zoom in all cameras
India's first 5G smartphone 'Realme X50 Pro 5G' launches on Monday, with 20x zoom in all cameras
India's first 5G smartphone 'Realme X50 Pro 5G' launches on Monday, with 20x zoom in all cameras


from Divya Bhaskar https://ift.tt/2VleAql

No comments:

Post a Comment