ગેજેટ ડેસ્કઃચાઈનીઝ ટેક કંપની શાઓમી તેના મોસ્ટ અવેઈટેડ સરાઉન્ડેડ ડિસ્પ્લેવાળો સ્માર્ટફોન ‘Mi મિક્સ આલ્ફા’ ટૂંક સમયમાં ભારતમાં લોન્ચ કરી શકે છે. કંપનીના ઇન્ડિયા પેજ પર ફોન શોકેસ કરવામાં આવ્યો છે. ઓફિશિયલ લોન્ચ પહેલાં જ તે કેટલાક સ્ટોર્સ પર ઉપલબ્ધ છે. 5G કનેક્ટિવિટી અને સરાઉન્ડેડ ડિસ્પ્લેવાળો સ્માર્ટફોન હાલ બેંગલુરુમાં ઉપલબ્ધ છે. ટૂંક સમયમાં તને દિલ્હી,ચેન્નાઇ, મુંબઈ કોલકાતા શહેરના MI હોમ્સ સ્ટોર પર ઉપલબ્ધ હશે.
Mi fans, the future is coming to Mi Homes.
— Mi India #108MP IS COMING! (@XiaomiIndia) February 21, 2020
The #MiMIXAlpha, India's first #5GSmartphone is coming to select Mi Homes across the country starting tomorrow at Mi Homes in Embassy Tech Village and Indiranagar - Bangalore.
Go, check it out.
Coming soon to other Mi Homes. pic.twitter.com/u26afPSLnl
આ ફોનમાં કમ્પલીટ ફ્રન્ટ સ્ક્રીન અને બેક સ્ક્રીન ડિસ્પલે મળશે. ફોનની સાઈડ ફ્રેમમાં બેટરી, ચાર્જિંગ , સિમ અને વોલ્યુમ ઈન્ડિકેટર મળશે. ફોનની સરાઉન્ડ ડિસ્પલેમાં લેયર્ડ લેમિનેશન ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સરાઉન્ડ ડિસ્પલે હોવાથી ફોનમાં ફ્રન્ટ કેમેરા આપવામાં નહીં આવે.
સિક્યોરિટી માટે ફોનમાં ઈન ડિસ્પલે ટેક્નોલોજી આપવામાં આવી છે. કનેક્ટીવિટી માટે ફોનમાં 5G, 4G LTE, 3G, વાઈફાઈ 802.11 a/b/g/n/ac, GPS, બ્લુટૂથ 5.0ની સુવિધા આપવામાં આવી છે. આ ફોન બંને સિમમાં એકસાથે 4G સપોર્ટ કરે છે. ફોનનું એક માત્ર બ્લેક વેરિઅન્ટ જ લોન્ચ કરવામાં આવશે. જોકે ભારતમાં ફોનને ક્યારે અને કઈ કિંમત સાથે લોન્ચ કરવામાં આવશે તેની કંપનીએ કોઈ માહિતી આપી નથી.
‘Mi મિક્સ આલ્ફા’નાં બેઝિક સ્પેસિફિકેશન
| ડિસ્પ્લે સાઈઝ | 7.92 ઇંચ |
| ડિસ્પ્લે ટાઈપ | ફુલ HD+ સુપર AMOLED (2088x2250 પિક્સલ) |
| OS | એન્ડ્રોઇડ 10 વિથ MIUI 11 |
| પ્રોસેસર | ક્વૉલકોમ સ્નેપડ્રેગન 855+ |
| ફ્રન્ટ કેમેરા | 108MP + 20MP +12MP |
| રેમ | 12GB |
| સ્ટોરેજ | 512GB નોન એક્સપાન્ડેબલ |
| બેટરી | 4050 mAh વિથ 40 વૉટ ફાસ્ટ ચાર્જિંગ |
| વજન | 241 ગ્રામ |
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/37Kgxz2
No comments:
Post a Comment