Tuesday, 18 February 2020

‘રેડમી 8A ડ્યુઅલ’ સ્માર્ટફોનનું વેચાણ શરૂ થયું, પ્રારંભિક કિંમત ₹ 6,499

ગેજેટ ડેસ્કઃ ચાઈનીઝ ટેક કંપની શાઓમીના ‘રેડમી 8A ડ્યુઅલ’ સ્માર્ટફોનનું વેચાણ શરૂ થયું છે. એમેઝોન,ઓફિશિયલ વેબસાઈટ અને mi સ્ટોર પરથી ફોનની ખરીદી કરી શકાશે. ફોનનાં બેઝિક વેરિઅન્ટની કિંમત 6,499 રૂપિયા છે. ફોનનાં 2GB + 32GB અને 3GB + 32GB વેરિઅન્ટ લોન્ચ કરવામાં આવ્યાં છે. ફોનમાં એન્ડ્રોઇડ 9 પાઇ ઓપરેટિંગ સિસ્ટમ અને ક્વૉલકોમ સ્નેપડ્રેગન 439 પ્રોસેસર આપવામાં આવ્યું છે.

ફોનમાં ઇનબિલ્ટ ગૂગલ લેન્સની સુવિધા મળશે. ફોનનાં સી બ્લૂ, સ્કાય વ્હાઇટ અને મિડનાઇટ ગ્રે કલર વેરિઅન્ટ લોન્ચ કરવામાં આવ્યાં છે. કનેક્ટિવિટી માટે ફોનમાં બ્લુટૂથ, વાઇફાઇ, VoLTE, 4G અને 3.5mmનો ઓડિયો જેક આપામાં આવ્યો છે. ફોનમાં ડ્યુઅલ સિમ સપોર્ટ આપવામાં આવ્યો છે.

કિંમત અને વેરિઅન્ટ
2GB + 32GB: 6,499
3GB + 32GB: 6,999

ઓફર
એમેઝોનથીફોનની ખરીદી ICICI બેંકનાં ક્રેડિટ કાર્ડથી કરવા પર5%નું આ સિવાય ‘નો કોસ્ટ EMI’ની સુવિધા પણ આપવામાં આવી રહી છે.


‘રેડમી 8A ડ્યુઅલ’નાં બેઝિક સ્પેસિફિકેશન

ડિસ્પ્લે સાઈઝ 6.22 ઇંચ
ડિસ્પ્લે ટાઈપ ફુલ HD+ (720x1520 પિક્સલ)
OS એન્ડ્રોઇડ 9 પાઈ
પ્રોસેસર ક્વૉલકોમ સ્નેપડ્રેગન 439
રેમ 2GB/3GB
સ્ટોરેજ 32GB
રિઅર કેમેરા 13MP + 2MP
ફ્રન્ટ કેમેરા 8MP
બેટરી 5,000mAh વિથ 18વૉટ ફાસ્ટ ચાર્જિંગ


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
'Redmi 8A Dual' smartphone started selling, starting at. 6,499


from Divya Bhaskar https://ift.tt/325kgpt

No comments:

Post a Comment