ગેજેટ ડેસ્કઃ ટેક જાયન્ટ એપલનો અપકમિંગ આઈફોન ‘આઈફોન SE2’ તેનાં લોન્ચિંગ પહેલાં જ ચર્ચામાં છે. લોન્ચિંગ પહેલાં જ ફોનની તસવીરો અને સ્પેસિફિકેશન લીક થઈ ચૂક્યા છે. તેવામાં તેનાં લોન્ચિંગ વિશે જર્મન ટેક વેબસાઈટ ‘આઈફોનટીકર’ પર માહિતી આપવામાં આવી છે. આ વેબસાઈટ અનુસાર એપલની અપકમિંગ પ્રોડક્ટ ‘આઈફોન 9’ અથવા ‘આઈફોન SE2’ 3 એપ્રિલે લોન્ચ થશે.
‘આઈફોનટીકર’ અનુસાર એપલ કંપની 31 માર્ચે એક ઇવેન્ટનું પણ આયોજન કરશે. આ ઇવેન્ટમાં કંપની iOS નવી અપડેટ પણ લોન્ચ કરી શકે છે.
એપલ એનાલિસ્ટ મિંગ-ચી-કુઓના એક રિપોર્ટ મુજબ ‘આઈફોન SE 2’નાં 5.5 ઇંચ અને 6.1 ઇંચનાં વેરિઅન્ટ લોન્ચ કરવામાં આવશે.આ રિપોર્ટ મુજબ ‘આઈફોન SE 2’ને ‘આઈફોન 8’નાં કેટલાક ફીચર સાથે લોન્ચ કરવામાં આવશે. તેમાં 1 ટચ ID હોમ બટન અને 3GB રેમ સાથે ફાસ્ટ A13 પ્રોસેસર આપવામાં આવી શકે છે. આ ફોનનાં મધરબોર્ડમાં 10 લેયર સબસ્ટ્રેટ જેવાં PCB (પ્રિન્ટ સર્કિટ બોર્ડ)નો ઉપયોગ કરવામાં આવશે. આ પ્રકારની ટેક્નોલોજીનો ઉપયોગ આઈફોન 11 સિરીઝનાં સ્માર્ટફોનમાં થયો છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/324TZYs
No comments:
Post a Comment