Sunday, 2 February 2020

એપલના આઈફોન 9 પ્લસમાં યુઝરને ટચ ID માટે પાવર બટન મળી શકે છે

ગેજેટ ડેસ્ક: એપલ કંપની તેનો નેક્સ્ટ આઈફોન વર્ષ 2021ણ મધ્યમાં લોન્ચ કરી શકે છે. કંપની આ ફોનમાં ફેસ IDને ટચથી રિપ્લેસ કરી શકે છે. ટચ IDમાં પાવર બટન હશે, જેમાં ફિંગપ્રિન્ટ સ્કેનર મળશે. આ બટન ડિવાઈસની સાઈડમાં હશે. હોંગકોંગની ટીએફ ઈન્ટરનેશનલ સિક્યોરિટી કંપનીએ આઈફોન 9 પ્લસનો રિપોર્ટ જાહેર કર્યો છે.

રિપોર્ટમાં જણાવ્યું છે કે, 2021માં લોન્ચ થતા આઈફોન 9 પ્લસ અથવા તો આઈફોન SE2 પ્લસની સ્ક્રીન LCD હોઈ શકે છે. આઈફોન 9 પ્લસની કિંમત ઓછી હોઈ શકે છે. ટચ IDને લીધે આઈફોનને નવી ડિઝાઈન અને યુઝરને સારો એક્સપિરિયન્સ પણ મળશે. ગયા મહિને ટીએફ ઈન્ટરનેશનલ સિક્યોરિટીના એનાલિસ્ટ મિંગ-ચી કુઓએ દાવો કર્યો હતો કે, આઈફોન 9 પ્લસની ડિસ્પ્લે 5.5 ઈંચ કે 6.5 ઈંચની હોઈ શકે છે. રિપોર્ટ મુજબ, આઈફોન 9 પ્લસ વર્ષ 2021ના માર્ચ મહિનામાં લોન્ચ થઈ શકે છે.

એપલ કંપની આવનારા મહિનાના તેની નવી પ્રોડક્ટ લોન્ચ કરી શકે છે. નેક્સ્ટ આઇફોન ઓફિશિયલ જાહેરાત આ વર્ષે જૂન મહિનામાં કરી શકે છે. નેક્સ્ટ એપલ પ્રોડક્ટમાં વાયરલેસ ચાર્જિંગ મેટ, હાઈ એન્ડ હેડફોન, આઈપેડ પ્રો અને મેકબુક સામેલ હશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Apple iPhone 9 Plus to Feature Touch ID Embedded Power Button


from Divya Bhaskar https://ift.tt/2GQsPeg

No comments:

Post a Comment