Wednesday, 19 February 2020

ભારતીયોને ધ્યાનમાં રાખીને ડિઝાઈન કરેલો ગેલેક્સી A71 સ્માર્ટફોન લોન્ચ, કિંમત 30 હજાર રૂપિયા

ગેજેટ ડેસ્ક: સાઉથ કોરિયન કંપની સેમસંગે ભારતમાં ગેલેક્સી A71 સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. આ ફોનને A70ના અપગ્રેડ વર્ઝન તરીકે માર્કેટમાં ઉતાર્યો છે. તેમાં ઇન્ફિનિટી-ઓ ડિસ્પ્લે મળશે. ફોનમાં યુઝરને ફોટોગ્રાફી માટે 4 રિઅર કેમેરા મળશે. કંપનીએ ફોનમાં ભારતીયોને ધ્યાનમાં રાખીને ફીચર આપ્યા છે. વિયેતનામમાં આ ફોન બે વેરિઅન્ટમાં લોન્ચ થયો છે, જ્યારે ભારતમાં તે સિંગલ વેરિઅન્ટમાં લોન્ચ થયો છે.

ભારતમાં ગેલેક્સી A71ને સિંગલ વેરિઅન્ટમાં લોન્ચ કર્યો છે. તેમાં 8 GB રેમ અને 128 GB સ્ટોરેજ મળશે. આ ફોન પ્રિઝ્મ બ્લેક, પ્રિઝ્મ ક્રશ સિલ્વર, પ્રિઝ્મ ક્રશ બ્લૂ કલરમાં ઉપલબ્ધ છે. તેનું વેચાણ 24 ફેબ્રુઆરીથી શરૂ થશે. ગ્રાહકો આ ફોનને સેમસંગ ઓપેરા હાઉસ,સેમસંગ ડોટ કોમ સહિત અન્ય મોટા ઓનલાઇન પોર્ટલ પરથી ખરીદી શકાશે.

ગેલેક્સી A71 સ્માર્ટફોનનાં સ્પેસિફિકેશન

ડિસ્પ્લે સાઈઝ 6.7 ઈંચ
ડિસ્પ્લે ટાઈપ ફુલ એચડી પ્લસ, (1080x2400 પિક્સલ) સુપર EMOLED, ઇન્ફિનિટી-ઓ
સિમ ટાઈપ ડ્યુઅલ નેનો સિમ
રેમ 8 GB
સ્ટોરેજ 128 GB
એક્સપાન્ડેબલ 512 GB
OS એન્ડ્રોઇડ 10
પ્રોસેસર કવૉલકોમ સ્નેપડ્રેગન 730 ઓક્ટા-કોર
રિઅર કેમેરા 64 MP(પ્રાઈમરી)+12 MP(અલ્ટ્રા-વાઈડ)+5 MP(ડેપ્થ સેન્સર)+ 5 MP(મેક્રો લેન્સ)
ફ્રન્ટ કેમેરા 32 MP
બેટરી 4500mAh વિથ 25W ફાસ્ટ સપોર્ટ
કનેક્ટિવિટી 4G, વાઈ-ફાઈ બ્લુટૂથ, જીપીએસ, યુએસબી ટાઈપ-સી પોર્ટ
સિક્યોરિટી ઈન-ડિપ્સલે ફિંગરપ્રિન્ટ સેન્સર






Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Samsung Galaxy A71 Launch India Today News and Updates Price in India Full Specifications and Features


from Divya Bhaskar https://ift.tt/2uXmwTL

No comments:

Post a Comment