Friday, 7 February 2020

સુંદર પિચાઈ, ઝકરબર્ગ અને જેક ડોર્સીનું અકાઉન્ટ હેક કરી ચૂકેલા ગ્રૂપે ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ પર ફેસબુકનું અકાઉન્ટ હેક કર્યું

સાન ફ્રાન્સિસ્કો: ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામનું ઓફિશિયલ અકાઉન્ટ શનિવારે હેક કરવામાં આવ્યું હતું. ફેસબુકના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર ટ્વીટ કરીને આ માહિતી આપવામાં આવી છે. આ ટ્વીટમાં કહેવામાં આવ્યું છે કે કોઈક થર્ડ પાર્ટીએ ફેસબુકનું ઓફિશિયલ અકાઉન્ટ હેક કર્યું છે. આ હેકિંગ પાછળ ‘અવર માઈન’ સાઇબર ક્રિમિનલ ગ્રૂપ જવાબદાર છે. આ ગ્રૂપ ગૂગલના CEO સુંદર પિચાઈ, ફેસબુકના CEO માર્ક ઝકરબર્ગ અને ટ્વિટર હેડ જેક ડોર્સીનું અકાઉન્ટ પણ હેક કરી ચૂક્યું છે.

હેકર્સે ફેસબુકના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટને પણ હેક કર્યું હતું અને હેક કરીને ગ્રૂપની ફોટો પોસ્ટ કરી હતી. પોસ્ટમાં લખવામાં આવ્યું હતું કે, ‘અમે અવર માઈન ગ્રૂપ છીએ. ફેસબુક પણ હેક થઈ શકે છે પરંતુ તેની સિક્યોરિટી ટ્વિટર કરતાં સારી છે.’

ટ્વિટરે એ વાતનો ખુલાસો નથી કર્યો કે કઈ થર્ડ પાર્ટી પ્લેટફોર્મથી ફેસબુક અકાઉન્ટ હેક થયું હતું. જોકે માનવામાં આવી રહ્યું છે કે આ ખોરોસ સોશિયલ મીડિયા મેનેજમેન્ટ ટૂલ હતું. ખોરોસનો ઉપયોગ ડિજિટલ માર્કેટિંગ અને PR કંપની પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ મેનેજ કરવા માટે કરે છે. ટ્વિટરના પ્રવકતાના જણાવ્યા અનુસાર, ફેસબુક અકાઉન્ટ હેક થવાની વાત માલુમ પડતા જ અકાઉન્ટ લોક કરવામાં આવ્યું હતું. હાલ ફેસબુક અને ટ્વિટર આવી સમસ્યાઓ સામે લડત આપવા સાથે કામ કરી રહ્યું છે.

અવરમાઇન સાઉદીના યુવાનોનું ગ્રૂપ છે
આ ગ્રૂપે તાજેતરમાં જ નેશનલ ફૂટબોલ લીગથી જોડાયેલી 12 ટીમોનાં ટ્વિટર અકાઉન્ટ હેક કર્યાં હતાં. આ ગ્રૂપ વર્ષ 2016થી એક્ટિવ છે અને તેના પાછળ સાઉદીના યુવાનો હોવાનું માનવામાં આવી રહ્યું છે. ફેસબુકે ટ્વીટ કરીને એકાઉન્ટ હેક થયા હોવાની વાત શેર કરી છે. જોકે હાલ ફેસબુકના અકાઉન્ટ રીસ્ટોર થઈ ચૂક્યા છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
The ourmine hacker group hacked the who hacked sundar Pichai, Zuckerberg and Jack Dorsey accounts and now hacked Facebook accounts on Twitter and Instagram


from Divya Bhaskar https://ift.tt/37f4B8k

No comments:

Post a Comment