ગેજેટ ડેસ્કઃ વર્ષ 2019માં સ્માર્ટફોન બ્રાન્ડ રિઅલમીએ સૌથી વધારે ગ્રોથ કર્યો છે જ્યારે શાઓમી નંબર 1 કંપની બની છે. IDC (ઇન્ટરનેશનલ ડેટા કોર્પોરેશન) દ્વારા જાહેર કરવામાં આવેલા એક રિપોર્ટમાં આ વાત સામે આવી છે. આ રિપોર્ટ અનુસાર શાઓમી 28.6% માર્કેટ શેર સાથે નંબર 1 સ્માર્ટફોન બ્રાન્ડ બની છે. વર્ષ 2019માં કંપનીએ 4.36 કરોડ યુનિટ્સનું વેચાણ કર્યું હતું પરંતુ શાઓમી કંપનીના ગ્રોથ રેટમાં વર્ષ 2018 કરતાં ઘટાડો આવ્યો છે. શાઓમી ઇન્ડિયાના MD મનુકુમાર જૈને ટ્વીટ કરીને પણ આ માહિતી શેર કરી છે.
વિવો, સેમસંગ,ઓપો અને રિઅલમી
આ રિપોર્ટ મુજબ શાઓમી પછી સ્માર્ટફોન બ્રાન્ડિંગ લિસ્ટમાં અનુક્રમે વિવો, સેમસંગ,ઓપો અને રિઅલમી સામેલ છે. સ્માર્ટફોનના માર્કેટ શેરિંગમાં રિઅલમી કંપની 10.6% શેર સાથે 5મા ક્રમાંક પર છે જયારે કંપનીનો ગ્રોથ 263.5% રહ્યો છે. વિવો કંપની 15.6% માર્કેટ શેર સાથે 67% કંપની ગ્રોથ કર્યો છે જ્યારે ઓપોએ 10.7% માર્કેટ શેર અને 60.5% ગ્રોથ હાંસલ કર્યો છે.
સેમસંગ અને ઓપો
આ રિપોર્ટ મુજબ વર્ષ 2019માં કોરિયન ટેક કંપની સેમસંગના ગ્રોથમાં -2.8%નો ઘટાડો આવ્યો છે જ્યારે કંપનીએ 20.6% માર્કેટ શેર હાંસલ કર્યો છે. ઓપો કંપનીએ આ લિસ્ટમાં 88.4% ગ્રોથ રેટ સાથે ચોથો ક્રમાંક હાંસલ કર્યો છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/31ByGgN
No comments:
Post a Comment