Saturday, 8 February 2020

ફ્રાન્સ સહિત અનેક દેશોમાં ટ્વિટર એપમાં ખામી સર્જાઈ

ગેજેટ ડેસ્કઃ માઈક્રો બ્લોગિંગ સાઈટ ટ્વિટર શટડાઉનની શિકાર બની હતી. ગત મોડી રાતથી વેબસાઇટ્સ પર અનેક યુઝર્સ ટ્વીટ કરી શક્યા ન હતા. જાપાન, અમેરિકા અને ફ્રાન્સના કેટલાક યુઝર્સ ટ્વીટ સેન્ડ કરી શકતા ન હતા. જોકે ભારતમાં ટ્વિટર એપમાં કોઈ ખામી જોવા મળી ન હતી.

ટેક ફર્મ ડાઉન ડિટેક્ટર અનુસાર હજારો યુઝર્સ માટે ટ્વિટર ઓફલાઈન થયું હતું. દુનિયાભરના આશરે 10,000 યુઝર્સે ટ્વિટરમાં ખામી હોવાની ફરિયાદ કરી હતી. ટ્વિટરમાં યુઝર્સને ‘ટ્વીટ નોટ સેન્ટ’ એરર મેસેજ જોવા મળ્યો હતો.

યુઝર્સ તેમના મોબાઈલ કે ડેસ્કટોપ પરથી ટ્વીટ કરી શકતા ન હતા કેટલાક યુઝર્સે રીટ્વીટ માટે પણ ફરિયાદ કરી હતી. ટ્વિટરે આ ટેક્નિકલ એરર માટે માફી પણ માગી હતી. જોકે હવે આ ખામીને દૂર કરી દેવામાં આવી છે. ટ્વિટર સપોર્ટ ઓફિશિયલ અકાઉન્ટ પર ટ્વીટ કરીને એપની ખામી દૂર કરી દેવાની માહિતી આપી છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Twitter app error occurred in several countries, including France


from Divya Bhaskar https://ift.tt/2H8pl6Z

No comments:

Post a Comment