Saturday, 8 February 2020

એન્ડ્રોઇડ યુઝર્સ બાદ હવે iOS યુઝર્સ પણ વ્હોટ્સએપમાં ડાર્ક મોડનો ઉપયોગ કરી શકશે

ગેજેટ ડેસ્કઃ એન્ડ્રોઇડ યુઝર્સ માટે ડાર્ક મોડ ફીચર લોન્ચ કર્યા બાદ હવે વ્હોટ્સએપે iOS યુઝર્સ માટે પણ ડાર્ક મોડ ફીચર લોન્ચ કર્યું છે. શરૂઆતમાં આ ફીચરનો લાભ કેટલાક બીટા યુઝર્સને જ મળશે. iOS માટે વ્હોટ્સએપમાં ડાર્ક મોડની વાત મેકરૂમર્સ ટેક વેબસાઈટ દ્વારા કન્ફર્મ કરવામાં આવી છે.

iOS યુઝર્સ ટેસ્ટફ્લાઇટ પ્રોગ્રામ હેઠળ ડાર્ક મોડનો ઉપયોગ કરી શકે છે. વ્હોટ્સએપના બીટા યુઝર્સ માટે નવી 2.20.30 અપડેટ લોન્ચ કરવામાં આવી છે. આ અપડેટ 90 દિવસ સુધી જ કાર્યરત રહેશે.બીટા વર્ઝન પર ટેસ્ટિંગ પૂરું થયા બાદ તેને ગ્લોબલી લોન્ચ કરવામાં આવશે.

iOS બીટા યુઝર્સે ડાર્ક મોડ ઓન કરવા માટે settings menu> Chats > Theme > Light/Dark ઓપ્શન સિલેક્ટ કરવાનો રહેશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
After Android users, now iOS users will be able to use the Dark mode in WhatsApp


from Divya Bhaskar https://ift.tt/2um3s1k

No comments:

Post a Comment