ગેજેટ ડેસ્કઃ ચાઈનીઝ મલ્ટિ નેશનલ ટેક્નોલોજી કંપની લેનોવો ટૂંક સમયમાં તેના વાયરલેસ ઈયરબડ્સ ‘HT10 પ્રો’ લોન્ચ કરશે. આ ઈયરબડ્સની કિંમત 4,499 રૂપિયા હોઈ શકે છે. આ ઈયરબડ્સમાં EQ ટેક્નોલોજી આપવામાં આવશે. આ ઈયરબડ્સને ‘HT10’નાં એડવાન્સ વેરિઅન્ટ તરીકે લોન્ચ કરવામાં આવશે. ‘HT10’ની લોન્ચિંગ કિંમત 3,999 રૂપિયા હતી.
આ બડ્સમાં EQ ટેક્નોલોજી આપવામાં આવશે. આ ટેક્નોલોજીથી યુઝરને મ્યૂઝિકનો સારો અનુભવ મળશે. બડ્સમાં 2 મોડ આપવામાં આવશે જેમાં પ્યોર મ્યૂઝિક અને એક્સ્ટ્રા બેઝ મોડ સામેલ છે. મોડ ચેન્જ કરવા માટે બડ્સમાં સિંગલ બટન આપવામાં આવ્યું છે.
બડ્સમાં ડ્યુઅલ માઈક્રોફોન, વોટરપ્રૂફ કેપેબિલિટી અને અર્ગોનિક ડિઝાઇન આપવામાં આવશે. ચાર્જિંગ કેસનાં બેકઅપથી કુલ 48 કલાકનું પ્લેબેક અને 200 કલાકનું સ્ટેન્ડબાય ટાઈમ મળે છે. પ્રો વેરિઅન્ટ માં ક્વૉલકોમ 3020 ચિપસેટ આપવામાં આવશે. આ ઈયરબડ્સમાં બ્લુટૂથ 5 મળશે જે 20 મીટર સુધીની કનેક્ટિવિટી રેન્જ આપશે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2SZpm2z
No comments:
Post a Comment