Wednesday, 19 February 2020

વિવોની સબબ્રાન્ડના અપકમિંગ સ્માર્ટફોન ‘iQoo 3’માં AI Eye ટ્રેકિંગ ટેક્નોલોજી આપવામાં આવશે

ગેજેટ ડેસ્કઃ ચાઈનીઝ ટેક કંપની વિવોની સબ બ્રાન્ડ iQoo ભારતમાં તેનો પ્રથમ સ્માર્ટફોન ‘iQoo 3’ 25 ફેબ્રુઆરીએ લોન્ચ કરશે. આ સ્માર્ટફોનનો પ્રાઈમરી કેમેરા AI Eye Tracking (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આઈ ટ્રેકિંગ) ટેક્નોલોજી આપવામાં આવશે. iQoo કંપનીના ઓફિશિયલ વિબો અકાઉન્ટ પર રિલીઝ કરવામાં આવેલાં ટીઝરમાં આ વાત કન્ફર્મ થઇ છે.

AI Eye Tracking ટેક્નોલોજી કેમેરા સામે રહેલા વ્યક્તિના આંખ પર ફોકસલઈને ફોટો ક્લિક કરે છે.

4 રિઅર કેમેરા સેટઅપ
આ ટીઝર મુજબ અપકમિંગ સ્માર્ટફોનમાં 4 રિઅર કેમેરા સેટઅપ આપવામાં આવશે. તેમાંથી પ્રાઈમરી કેમેરા 48MPનો હશે. ફોનમાં 50mmનો પોટ્રેટ લેન્સ પણ આપવામાં આવશે.

ઈન ડિસ્પલે ફિંગર પ્રિન્ટ સેન્સર
આ ફોનમાં 5G કનેક્ટિવિટી આપવામાં આવશે. કેટલાક મીડિયા રિપોર્ટ્સ અનુસાર ફોનમાં હોલ પંચ ડિસ્પ્લે અને સિક્યોરિટી માટે ઈન ડિસ્પલે ફિંગર પ્રિન્ટ સેન્સર આપવામાં આવશે. ફોનનાં 12GB રેમ સુધીનાં વેરિઅન્ટ લોન્ચ કરવામાં આવી શકે છે. ફોનમાં 55Wનું ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ અને 4,410mAhની બેટરી આપવામાં આવશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
AI Eye Tracking Technology Will Be Laid In Vivo Subbrand Upcoming Smartphone 'iQoo 3'


from Divya Bhaskar https://ift.tt/3bSlmcR

No comments:

Post a Comment