ટેક કંપની શાઓમીએ Mi ફેન ફેસ્ટિવલ 2020 ઈવેન્ટમાં નવો રેડમી બેન્ડ લોન્ચ કર્યો છે. તેમાં નવા કલરની ડિસ્પ્લે મળશે અને તે ઘણા ફિટનેસ ટ્રેકિંગ ફીચરને સપોર્ટ કરે છે, જેમ કે, સાયક્લિંગ, રનિંગ અને વોકિંગ. તે ઉપરાંત તે હાર્ટ રેટ મોનિટર અને સ્લીપ ટ્રેકિંગ ફીચરથી પણ સજ્જ છે. સરળ ચાર્જિંગ માટે તે ઈન્ટીગ્રેટેડ USB પ્લગથી સજ્જ છે, જે હાલમાં જ લોન્ચ થયેલ હુવાવે બેન્ડ 4 અને ઓનર બેન્ડ 5 આઈમાં જોવા મળ્યો હતો. તેમાં ડાયલ ફેસને લગભગ 70 પ્રકારની ચેન્જ કરી શકાય છે, તે ઉપરાંત તે ચાર રિસ્ટબેન્ડ વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે. અત્યારે તે ચીનમાં વેચાણ માટે ઉપલબ્ધ છે, જલ્દી તેને ભારત સહિત અન્ય માર્કેટમાં લોન્ચ કરવામાં આવશે. ચીનમાં તેની કિંમત 1 હજાર રૂપિયા છે.
રેડમી બેન્ડના બેઝિક સ્પેસિફિકેશન અને ફીચર્સ
- રેડમી બેન્ડમાં 1.08 ઈંચની કલર ડિસ્પ્લે આપવામાં આવી છે. તેમાં સ્પોર્ટ્સ મોડ છે તે ઉપરાંત તે ઓપ્ટિકલ હાર્ટ રેટ સેંસરથી સજ્જ છે. જે રિયલ ટાઈમમાં હૃદયના ધબકારા પર નજર રાખે છે.
- તેમાં સ્લીપ મોનિટરિંગ ફીચર પણ છે, જેના કારણે તે યુઝરની ઊંઘની પેટર્નને ટ્રેક કરે છે.
- તેમાં 70 પ્રકારના ફેસ ડાયલ છે, જેના કારણે યુઝર પોતાની પસંદ અનુસાર સિલેક્ટ કરી શકે છે. તે ચાર રિસ્ટબેન્ડના ઓપ્શનમાં ઉપલબ્ધ છે.
- બેન્ડમાં ઈન્ટીગ્રેટેડ USB કનેક્ટર છે જેનાથી USB ચાર્જરમાં ક્નેક્ટ કરીને સરળતાથી ચાર્જ કરી શકાય છે. સિંગલ ચાર્જમાં તે 14 દિવસ સુધી કામ કરશે.
- તેને એન્ડ્રોઈડ સ્માર્ટફોનની સાથે કનેક્ટ કરી શકાય છે. તે રેડમી અને Mi સ્માર્ટફોન ઉપરાંત અન્ય ડિવાઈસની સાથે પણ સરળતાથી કામ કરશે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2wcIB1c
No comments:
Post a Comment