કોરોનાવાઈરસથી બચવા લાગુ કરાયેલા લોકડાઉનમાં ગ્રૂપ વીડિયો કોલિંગ આવશ્યક બની ચૂક્યું છે. તેને લીધે જ વિવાદાસ્પદ ઝૂમ એપના ડાઉનલોડ્સમાં ધરકમ વધારો થઈ રહ્યો છે. તેને ટક્કર આપવા અને પોતાના યુઝર્સને આકર્ષવા માટે ગૂગલ ડુઓએ પણ નવાં ફીચર્સ લોન્ચ કર્યા છે. હવે ગૂગલ ડુઓમાં 12 મેમ્બર્સ વીડિયો કોલિંગ કરી શકશે. ઝૂમમ એપના એક્ટિવ 30 કરોડ યુઝર્સ છે. રિપોર્ટ અનુસાર, દર અઠવાડિયે 1 કરોડ નવાં યુઝર્સ ગૂગલ ડુઓનો ઉપયોગ કરી રહ્યા છે.
વીડિયો ક્વોલિટી
ગૂગલ ડુઓ એપમાં કંપનીએ ક્વોલિટી પર કામ કર્યું છે. હવે યુઝર્સ અગાઉ કરતાં વધુ સારી ક્વોલિટીમાં વીડિયો કોલિંગ કરી શકશે. કંપનીએ AV1 (AO મીડિયા વીડિયો 1) કોડેક ટેક્નોલોજી લોન્ચ કરી છે. કંપનીનો દાવો છે કે આ ટેક્નોલોજીથી ઓછી બેન્ડવિથ અથવના લૉ નેટવર્કમાં પણ સારી વીડિયો ક્લોલિટી મળશે.
વીડિયો કોલિંગમાં 12 મેમ્બર્સ ભાગ લઈ શકશે
ગૂગલ ડુઓએ તેની ગ્રૂપ કોલિંગ મેમ્બર લિમિટમાં વધારો કર્યો છે. અન્ય વીડિયો કોલિંગ એપે પણ લિમિટમાં વધારો કરતાં કંપનીએ ગ્રૂપ કોલિંગ 8 મેમ્બરથી વધારીને 12 મેમ્બરની કરી છે. ટૂંક સમયમાં આ લિમિટમાં પણ વધારો કરવામાં આવશે.
કોલિંગ દરમિયાન ફોટો કેપ્ચર કરી શકાશે
નવાં લોન્ચ કરાયેલાં ફીચરની મદદથી હવે યુઝર કોલિંગ દરમિયાન ફોટો કેપ્ચર કરી શકે છે. ગ્રૂપ કોલિંગ દરમિયાન કેપ્ચર કરાયેલાં ફોટોને યુઝર અન્ય યુઝર સાથે શેર પણ કરી શકશે. આ ફીચર સ્માર્ટફોન, ટેબ્લેટ અને ક્રોમબુક સહિત અનેક ડિવાઈસ પર સપોર્ટ કરશે.
પ્રી-રેકોર્ડ વીડિયો અને વોઈસ મેસેજ
ગૂગલ ડુઓમાં હવે પર્સનલાઈઝ઼્ડ વીડિયો અને વોઈસ સેન્ડ કરી શકાશે. કોલ કનેક્ટ ન થાય ત્યારે યુઝર આ ફીચરનો ફાયદો ઉઠાવી શકશે. આ સિવાય AR (ઓગમેન્ટેડ રિયાલિટી) ઈફેક્ટ પણ કેટલાક યુઝર્સ માટે લોન્ચ કરવામાં આવી છે. યુઝર્સ સ્ટોરી પણ સેવ કરી શકે છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2xTkLs3
No comments:
Post a Comment