Thursday, 23 April 2020

છેલ્લા 8 વર્ષોથી આઈફોન-આઈપેડ યુઝર્સની મેઈલ એપમાં 2 બગ, હેકર્સે બ્લેન્ક ઈમેઈલ સેન્ડ કરી ડેટાચોરી કરી: zecops રિપોર્ટ

અત્યાર સુધી એપલ પ્રોડ્ક્ટસને સૌથી સુરક્ષિત માનવામાં આવતી હતી પરંતુ ટેક ફર્મ zecopsના એક રિપોર્ટે એપલની સિક્યોરિટી પર અનેક સવાલો ઊભા કર્યા છે. zecopsના એક રિપોર્ટ મુજબ, આઈફોન-આઈપેડ યુઝર્સના મેઈલમાં 2 બગ મળી આવ્યા છે. આ બગની મદદથી હેકર્સ ડેટાચોરી કરી રહ્યા છે. રિપોર્ટ અનુસાર, વર્ષ વર્ષ 2012થી 2 બગને લીધે હેકર્સ ડેટાચોરી કરવામાં સફળ બન્યા છે. અત્યાર સુધી હેકર્સ 50 કરોડ યુઝર્સનો ડેટા ચોરી કરી ચૂક્યા છે, જેમા અનેક હાઈપ્રોફાઈલ લોકો સામેલ છે. જોકે MacOS યુઝર્સ હેકર્સથી બચી ગયા છે, તેમના ડિવાઈસમાં કોઈ બગ મળ્યા નથી. zecopsના CEOએ ટ્વીટ કરી આ માહિતી શેર કરી છે.

હેકર્સ યુઝર્સને બ્લેન્ક મેઈલ કરી અકાઉન્ટ હેક કરી રહ્યા હતા

  • zecopsના રિપોર્ટ અનુસાર, ડેટાચોરી માટે હેકર્સ આઈફોન-આઈપેડ યુઝર્સના મેઈલ અકઉન્ટ પર બ્લેન્ક મેઈલ સેન્ડ કરતા હતા. યુઝર્સના આ બ્લેન્ક મેઈલ ઓપન કરતાં જ એપ ક્રેશ થતી અને યુઝરે ડિવાઈસ રીબૂટ કરવું પડતું હતું. રીબૂટ દરમિયાન હેકર્સ ડેટાચોરી કરવામાં સફળ બનતા હતા.
  • સામાન્ય રીતે હેકિંગ માટે હેકર્સ કોઈ લિંક અને અનનોન એપનો ઉપયોગ કરતા હોય છે, પરંતુ આ રીતે ડેટાચોરી કરવાની પદ્ધતિ કંઈક અલગ જ છે. આ બગ નવાં iOS વર્ઝનને નુક્સાન પહોંચાડવામ સક્ષમ છે.
  • zecopsના રિપોર્ટ અનુસાર કંપનીને હેકિંગના સચોટ પુરાવા પણ મળી ચૂક્યા છે. આ બગથી હેકર્સ અમેરિકાની 500 કંપનીઓના હાઈપ્રોફઈલ લોકોનો ડેટાચોરી કરી ચૂક્યા છે. આ સિવાય જાપાનના મોબાઈલ કરિયરના એક્ઝેક્યુટિવ સહિત સઉદી અરબ અને ઈઝરાયલની ટેક કંપનીઓના કર્મચારી, યુરોપિયન જર્નાલિસ્ટ અને જર્મનીના અનેક લોકોનો ડેટાચોરી થયો છે.
  • રિપોર્ટ અનુસાર, iOS 13.4.1 સહિત iOS 11.2.2 વર્ઝનને આ બગથી જોખમ છે. iOS 6 અને તેનાં ઉપરનાં તમામ વર્ઝન માટે આ બગ જોખમકારક છે. વર્ષ 2012માં iOS 6 લોન્ચ થયું હતું. તે સમયે ‘આઈફોન 5’નો દબદબો હતો.


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
2 bugs found in iPhone-iPad users mail app stands for last 8 years, hackers send blank emails and steal data: zecops report


from Divya Bhaskar https://ift.tt/34YQkgd

No comments:

Post a Comment