RPG લાઈફ સાયન્સ અને સિનિયર સિટિઝન ઈ-કોમર્સ પ્લેટફોર્મ ‘સિનિયરિટી’એ સાથે મળીને સેફસિનિયર એપ લોન્ચ કરી છે. આ એક પ્રિડક્ટિવ એનાલિસિસ ટૂલ છે, જે સિનિયર સિટીઝનને કોરોનાવાઈરસનાં શરૂઆતના લક્ષણો જાણી તેનું અલર્ટ આપે છે. આ એપને કમ્યૂનિટી મેડિસીન, ક્લિનિકલ ફાર્માકોલોજી અને કોવિડ-19 મેનેજમેન્ટ ફીલ્ડના એક્સપર્ટ્સ દ્વાર ડિઝાઈન કરવામાં આવી છે.
ભારતમાં 12 કરોડ સિનિયર સિટીઝન
એપના કો-ફાઉન્ડર અને MD આયુષ અગ્રવાલના જણાવ્યા અનુસાર આ એપ વૃદ્ધોને કોરોનાવાઈરસના સામાન્ય લક્ષણો પર અલર્ટ કરશે. એપમાં વૃદ્ધો અને તેમના પરિવારજનોએ એપમાં કેટલીક માહિતી સબમિટ કરવાની રહેશે. તેમાં મેડિકલ કન્ડિશન, ટ્રાવેલ હિસ્ટ્રી, તાવ, ઉધરસ સહિતના લક્ષણોની માહિતી સામેલ છે.
લાખો ડેટાને રિઅલ ટાઈમમાં એનાલિસિસ કરે છે
આ એપ સતત યુઝરના સ્વાસ્થ્ય પર રાખે છે. એપ અલ્ગોરિધમ અને ડાયનેમિક હેલ્થ કેપેસિટી ધરાવે છે. તે રિઅલ ટાઈમમાં લાખો ડેટાનું એનાલિસિસ કરે છે. એપ હેલ્થ અલર્ટ સાથે સારવાર કરાવવાની સલાહ પણ આપે છે.
12 ભાષાઓમાં કાર્યરત
આ એપ 12 ભાષા સપોર્ટ કરે છે. એપનું યુઝર ઈન્ટરફેઝ એકદમ સરળ છે. આ એપથી યુઝર સરકારી સ્વાસ્થ્ય સંસ્થાઓની જાણકારી પણ મેળવી શકે છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3b3qjyE
No comments:
Post a Comment