Friday, 10 April 2020

‘ઓનર પ્લે 4T’ અને ‘ઓનર પ્લે 4T પ્રો’ સ્માર્ટફોન ચીનમાં લોન્ચ થયાં

કોરોનાવાઈરસથી સમગ્ર વિશ્વ ઝઝૂમી રહ્યું છે. તેવામાં કોરોનાવાઈરસના દાતા ચીનમાં સ્માર્ટફોન લોન્ચ થઈ રહ્યા છે. ચાઈનીઝ ટેક કંપની ઓનરે ‘ઓનર પ્લે 4T’ અને ‘ઓનર પ્લે 4T પ્રો’સ્માર્ટફોન ચીનમાં લોન્ચ કર્યા છે. બંને સ્માર્ટફોનમાં એન્ડ્રોઈડ 10 ઓપર્ટિંગ સિસ્ટમ અને કિરિન પ્રોસેસર આપવામાં આવ્યું છે. ચીનમાં 14 એપ્રિલથી પ્રિઓર્ડર શરૂ થશે. જોકે ભારત અને ગ્લોબલ લોન્ચિંગ વિશે કંપનીએ કોઈ માહિતી આપી નથી.

‘ઓનર પ્લે 4T’

કિંમત અને ઓફર

6GB + 128GB:1,119 ચીની યુઆન (આશરે 12,900 રૂપિયા)

આ ફોનમાં કનેક્ટિવિટી માટે 4G LTE, Wi-Fi 802.11 b/g/n, બ્લુટૂથ v5.0, GPS/ A-GPS, માઈક્રો USB અને 3.5mmનો ઓડિયો જેક આપવામાં આવ્યો છે. સિક્યોરિટી માટે ફોનની બેક પેનલમાં ફિંગર પ્રિન્ટ સેન્સર મળશે.

‘ઓનર પ્લે 4T’નાં બેઝિક સ્પેસિફિકેશન

ડિસ્પ્લે સાઈઝ:6.39 ઈંચ

ડિસ્પ્લે ટાઈપ: HD+ LCD 720x1,560 પિક્સલ

OS :એન્ડ્રોઈડ 10

પ્રોસેસર: કિરિન 710A

રિઅર કેમેરા: 48MP+ 2MP

ફ્રન્ટ કેમેરા: 8MP

રેમ: 6GB

સ્ટોરેજ: 128GB એક્સપાન્ડેબલ 512GB

બેટરી: 4,000mAh વિથ 10 વૉટ ફાસ્ટ ચાર્જિંગ

વજન: 176 ગ્રામ

‘ઓનર પ્લે 4T પ્રો’

કિંમત અને વેરિઅન્ટ

6GB + 128GB: 1,499 ચીની યુઆન (આશરે 16,200 રૂપિયા)

8GB + 128GB: 1,699 ચીની યુઆન (આશરે 18,400 રૂપિયા)

આ ફોનમાં કર્વ્ડ 2.5D ગ્લાસ પ્રોટેક્શન આપવામાં આવ્યું છે. ફોનમાં OLED અને 20:9નો આસ્પેક્ટ રેશિયો ધરાવતી ડિસ્પલે મળશે. ફોનમાં કનેક્ટિવિટી માટે 4G LTE, Wi-Fi 802.11 b/g/n, બ્લુટૂથ v5.0, GPS/ A-GPS, માઈક્રો USB અને 3.5mmનો ઓડિયો જેક આપવામાં આવ્યો છે. સિક્યોરિટી માટે ફોનમાં ઈન ડિસ્પલે ફિંગર પ્રિન્ટ સેન્સર આપવામાં આવયું છે.

‘ઓનર પ્લે 4T પ્રો’નાં બેઝિક સ્પેસિફિકેશન

ડિસ્પ્લે સાઈઝ: 6.3 ઈંચ

ડિસ્પ્લે ટાઈપ: ફુલ HD+ 1,080x2,400

OS:એન્ડ્રોઈડ 10

પ્રોસેસર: ઓક્ટાકોર હાઈસિલિકોન કિરિન 810

રિઅર કેમેરા: 48MP + 8MP + 2MP

ફ્રન્ટકેમેરા: 16MP

રેમ: 6GB/8GB

સ્ટોરેજ: 128GB

બેટરી: 4,000mAh વિથ 22.5 વૉટ ફાસ્ટ ચાર્જિંગ

વજન: 165 ગ્રામ



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Honor Play 4T
Honor Play 4T pro


from Divya Bhaskar https://ift.tt/2ySXGpT

No comments:

Post a Comment