કોરોનાવાઈરસને લીધે વિશ્વભરમાં મોટે ભાગે લોકો ઘરોમાં રહેવા મજબૂર બન્યા છે. ઓફિસ, સ્કૂલ, કોલેજ તમામ સંસ્થાનો બંધ છે. તેવામાં લોકો ઘરે બેઠાં લોકો ઈન્ટરનેટ પર વધારે સમય પસાર કરવા લાગ્યા છે. ઓનલાઈન ડેટા પ્રોવાઈડર્સ સિમિલર વેબ અને એપટોપિયાના જણાવ્યા અનુસાર, કોરોનાવાઈરસના ફેલાવાને લીધે ઇન્ટરનેટના ઉપયોગમાં ફેરફાર આવ્યો છે.
CDCની વેબસાઇટે મોટી ન્યૂઝ વેબસાઇટને પાછળ ધકેલી
એનાલિસિસ પ્રમાણે અમેરિકના CDC (સેન્ટર ફોર ડિસિઝ એન્ડ કંટ્રોલ)ની વેબસાઇટની લોકપ્રિયતા વધી છે. કોરોનાવાઇરસ સર્ચિંગના લીધે CDCના હોમ પેજ પર એવરેજ યુઝર ટ્રાફિક એક કરોડથી વધારે પહોંચ્યો છે. જ્યારે વીકિપીડિયાનો ટ્રાફિક ઘટ્યો છે.
મોબાઈલને બદલે યુઝર્સ વેબસાઈટ્સ પર વધારે એક્ટિવ
કોરોનાને લીધે ઈન્ટરનેટના ઉપયોગમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. યુઝર્સ ફોનને બદલે વેબસાઈટને વધારે પસંદ કરી રહ્યા છે. 15 જાન્યુઆરીથી 24 માર્ટના આંકડાઓને આધારે તૈયાર કરવામાં આવેલા રિપોર્ટ અનુસાર, facebook.com પર ડેઈલી ટ્રાફિક 12 કરોડથી વધીને 17 કરોડ થયો છે, જ્યારે એપ પર માત્ર 1.1% યુઝર્સ વધ્યા છે. આ સિવાય Netflix.comના ટ્રાફિકમાં 16%નો વધારો થયો જ્યારે એપમાં માત્ર 0.3% યુઝર્સ વધ્યા છે. સાથે જ YouTube.comનો ટ્રાફિક 15.3% વધ્યો છે, જ્યારે એપ પર કંપની4.5%નું નુક્સાન થયું છે.
સરેરાશ 21 જાન્યુઆરી અને 4 માર્ચ સુધીના આંકડાઓ છે. આંકડાઓ મિલિયનમાં છે. (સોર્સ: સિમિલર વેબ/એપટોપિયા)
સોશિયલ મીડિયાનો ટ્રેન્ડ પણ બદલાયો
લોકડાઉનને લીધે વીડિયો કોલિંગનું વલણ પણ વધ્યું છે. ગૂગલ ડુઓ, હાઉસપાર્ટી સહિતની એપ અને Nextdoor.com પર યુઝર્સ વધારે એક્ટિવ જોવા મળી રહ્યા છે. આ સર્વિસિસ ગ્રૂપ કોલ સાથે ગેમ્સ અને ચેટની પણ સુવિધા આપે છે.
આંકડાઓ 16થી 18 માર્ચની વચ્ચે આઈઓસ સ્ટોર રેટિંગના પ્રમાણે છે. આંકડાઓ મિલિયનમાં છે. (સોર્સ એપટોપિયા)
યુઝર્સની સંખ્યામાં વધારો થતા કંપનીઓએ પ્રાઈવસી પોલિસીમાં ફેરફાર કર્યો
લોકડાઉનમાં ઓફિસ, સ્કૂલ અને કોલેજ બંધ હોવાથી યુઝર્સ ઈન્ટરનેટ પર વર્ક ફ્રોમ હોમ સ્ટડી કરી રહ્યા છે. સ્ટડી અને સ્કૂલ એસાઈન્ટમેન્ટ માટે ગૂગલ ક્લાસરૂમ પર ટ્રાફિક વધ્યો છે. ઓફિસ વર્ક માટે યુઝર્સ ઝૂમ, ગૂગલ હેંગાઉન્ટ્સ અને માઈક્રોસોફ્ટ ટીમ્સનો ઉપયોગ કરી રહ્યા છે. યુઝર્સની સંખ્યામાં વધારો થતા કંપનીઓએ પ્રાઈવસી પોલિસીમાં ફેરફાર કરવો પડી રહ્યો છે.
વીડિયો ગેમ્સને ફાયદો, ઈવેન્ટ્સ રદ્દ થવાથી સ્પોર્ટ્સને નુક્સાન
કોરોનામે લીધે ગેમ્સ અને લીગ્સ પોસ્ટપોન કરવામાં આવી છે. તેવામાં સ્પોર્ટ્સ એન્ટરટેઈન્ટમેન્ટને ઘણુ નુક્સાન થઈ રહ્યું છે. જોકે વીડિયો ગેમ્સની લોકપ્રિયતા વધી છે. રિપોર્ટ અનુસાર, ESPN.com પર 40% ટ્રાફિક ઘટ્યો છે. વીડિયો ગેમ્સ સ્ટ્રિમિંગ સાઈટના ટ્રાફિકમાં વધારો જોવા મળી રહ્યો છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2URcwp3
No comments:
Post a Comment