ચાઈનીઝ ટેક કંપની શાઓમીએ વોટરફોલ ડિસ્પલે ધરાવતા સ્માર્ટફોનની પેટન્ટ ફાઈલ કરાવી છે. ડચ ટેક વેબસાઈટ લેટ્સગોજિડિટલના એક રિપોર્ટમાં આ વાત સામે આવી છે. આ પ્રકારની ડિસ્પલેમાં ફોનની કર્વ્ડ ડિસ્પલે ફોનની બંને સાઈડની 60% જગ્યા આવરી લે છે.
આ રિપોર્ટ મુજબ શાઓમીએ ચાઈનીઝ પેટન્ટ ઓફિસ CNIPAમાં પેટન્ટ ફાઈલ કરાવી છે. વર્લ્ડ ઈન્ટએક્ચ્યુઅલ પ્રોપટી ઓફિસેમાં પણ આ પેટન્ટ ફાઈલ થઈ છે. કંપનીએ CNIPAમાં સપ્ટેમ્બર 2019માં પેટન્ટ ફાઈલ કરાવી હતી અને 3 એપ્રિલે તેને પબ્લિશ કરવામાં આવી છે.
આ રિપોર્ટ મુજબ કંપની આ પ્રકારની ડિસ્પલે ધરાવતા સ્માર્ટફોન માટે કેસિસ પણ બનાવશે. આ પ્રકારના સ્માર્ટફોનમાં સાઈડની ડિસ્પલે પેનલમાં નેવિગેશન કન્ટ્રોલ અને સ્ટેટસ આઈકોન જોવા મળશે.
કંપની આ સ્માર્ટફોનમાં ઈનડિસ્પલે હિડન ફ્રન્ટ કેમેરા પણ આપી શકે છે. જોકે આ પ્રકારના સ્માર્ટફોનને કોમર્શિયલી લોન્ચ કરવામાં આવશે કે નહીં તેની કંપનીએ કોઈ સ્પષ્ટતા કરી નથી.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2UPEfqq
No comments:
Post a Comment