Thursday, 9 April 2020

એપના ઉપયોગમાં ઝડપથી વધારો આવશે આશા ન હતી, સિક્યોરિટી પર કામ કરવાની જરૂર: ઝૂમ એપના CEO એરિક યુઆન

વિશ્વભરમાં લોકડાઉનની પરિસ્થિતિ જોવા મળી રહી છે. તેવામાં વીડિયો કોન્ફરન્સિંગ ફ્રી એપ ઝૂમ હોટ ટોપિક બની છે. એપના ડાઉનલોડિંગ વધવાની સાથે તેની પ્રાઈવસી અને સિક્યોરિટી પર પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે, તેવામાં બુધવારે કંપનીના CEO એરિક યુઆને લાઈવ સ્ટ્રિમિંગ યોજીને કેટલાક સવાલોના જવાબ આપ્યા છે. તેમણે કબુલ્યું છે કે એપમાં સિક્યોરિટી માટે કામ કરવાનું બાકી છે અને કંપની તેના પર કામ કરી રહી છે.

લાઈવ સ્ટ્રિમિંગ દરમિયાન એરિકે જણાવ્યું હતું કે કંપનીને આશા ન હતી કે એપ પર થોડા સમયમાં જ ઝડપથી યુઝરની સંખ્યા વધશે. સિક્યોરિટીને લગતા પ્રશ્નો પર કંપની કામ કરી રહી છે. સિક્યોરિટી માટે હજુ ઘણું કામ બાકી છે. કંપની એપમાં શું ઈશ્યુ છે તેની તપાસ કરી તેનું નિરાકરણ લાવવનો ઝડપી પ્રયાસ કરશે.

એપ પર સિક્યોરિટીને લગતા અનેક સવાલો થતા કંપનીએ તેની પ્રાઈવસી પોલિસીમાં ફેરફાર કર્યો છે. સાથે જ ડેસ્કટોપ વર્ઝન અપડેટ કરી મીટિંગ આડીને ટાઈટલ બારમાંથી રિમૂવ કરવામાં આવ્યું છે. તેનાથી યુઝર્સ અન્ય કોઈપણ યુઝર્સના આઈડી શેર કરી શકશે નહીં.

એપની સિક્યોરિટી પર સવાલો ઊભા થતા ગૂગલે તમામ કર્મચારીઓના લેપટોપ પર ઝૂમનો ઉપયોગ બેન કર્યો છે. જોકે કર્મચારીઓ ડેસ્કટોપ અને મોબાઈલ એપનો ઉપયોગ કરી શકશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
did not Expect to see rapid rise in app usage, need to work on security: Zoom app CEO Eric Yuan


from Divya Bhaskar https://ift.tt/2y1gfaK

No comments:

Post a Comment