કોરોનાવાઈરસ અંગે જાગૃતિ ફેલાવા સરકારી સંસ્થાઓ સાયન્સ અને ટેક્નોલોજીનો ઉપયોગ કરી રહી છે. WHOએ વ્હોટ્સએપ પર ચેટબોટ લોન્ચ કર્યું છે તો કેન્દ્ર સરકારે આરોગ્ય સેતુ એપ લોન્ચ કરી છે. સરકારી સંસ્થાઓ સાથે દેશની સાયન્સ એન્ડ ટેક્નોલોજી સંસ્થાઓના વિદ્યાર્થીઓએ પણ કોરોનાવાઈરસના દર્દીઓના લોકેશનની માહિતી આપતી અને ચેપના જોખમનાં અલર્ટ આપતી એપ વિકસાવી છે. IISc (ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ)ના વિદ્યાર્થીઓએ ‘ગો કોરોના ગો’ અને IIT (ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી)ના વિદ્યાર્થીઓએ CORONTINE એપ બનાવી છે.
ગોકોરોનાગો એપ
આ એપ IISC દ્વારા વિકસાવામાં આવી છે. તે યુઝરને કોરોનાવાઈરસનો ચેપ ધરાવનાર અને તેનાં લક્ષણો ધરાવનાર અન્ય યુઝરના સંપર્કમાં આવવા પર અલર્ટ કરે છે. એપ યુઝર રસ્તામાં આવા કોઈપણ પ્રકારના અન્ય યુઝર સાથે સંપર્કમાં આવ્યો છે કે નહીં તે જાણવા GPS અને બ્લુટૂથનો ઉપયોગ કરે છે. IISCના ફેકલ્ટી મેમ્બર તારૂણ રંભાના જણાવ્યા અનુસાર આ એપ દૂરના સંપર્ક જાણવા માટે બેકએન્ડમાં ટેમ્પરરી નેટવર્ક એનાલિસિસનો ઉપયોગ કરે છે. એપ આઈસોલેશન અને પ્રોક્સિમિટી સ્કોર અલર્ટ આપે છે. સાથે જ તે સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવી રાખવામાં પણ મદદ કરે છે. તેમાં ક્વોરન્ટીનમાં રહેતા લોકો માટે ખાસ જિઓ ફેસિંગ ફીચર પણ છે. એપ કોરોનાવાઈરસના લક્ષણોની પણ માહિતી આપી યુઝરને અલર્ટ કરે છે.
સંપર્કઓમીટર
IIT રોપરના વિદ્યાર્થીઓએ આ એપ બનાવી છે. આ એપ મેપનાં માધ્યમથી કોરોનાવાઈરસનો ચેપ વધારે હોય તે વિસ્તારોની માહિતી આપે છે. આ સિવાય તે રિસ્ક સ્કોર પણ દર્શાવે છે.
CORONTINE એપ
આ એપ IIT મુંબઈના વિદ્યાર્થીઓએ બનાવી છે. એપ ક્વોરન્ટીન ઝોનની બહાર જવા પર શંકાસ્પદ લક્ષણો ધરાવતા વ્યક્તિને ટ્રેક કરે છે. આ એપ અથોરાઈઝ્ડ એજન્સી સંબંધિત વ્યક્તિના ફોનમાં ઈન્સ્ટોલ કરી શકાય છે. એપ GPSનાં માધ્યમથી યુઝર પર નજર રાખે છે. યુઝરના ક્વોરન્ટીન ઝોનની બહાર જવા પર એપ તેને ઓટો ડિટેક્ટ કરી અલર્ટ આપે છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2xfBTYQ
No comments:
Post a Comment