ચાઈનીઝ ટેક કંપની શાઓમી ભારતમાં ‘Mi રોબોટ વેક્યુમ ક્લીનર’ શુક્રવારે 16 એપ્રિલે લોન્ચ કરશે. કંપનીએ ટ્વીટ કરીને આ માહિતી આપી છે. આમ તો દેશમાં લોકડાઉન લાગુ છે પરંતુ ઈ કોમર્સ વેબસાઈટને કેટલીક છૂટછાટ મળવા જઈ રહી છે. તેને ધ્યાનમાં રાખીને કંપની હોમ ક્લીનિંગ પ્રોડક્ટ લોન્ચ કરશે.
How many times do you clean your house every day? What if you could do it, without actually doing it yourself?#SmartCleaning solution for your smart home launching tomorrow.
— Mi India (@XiaomiIndia) April 16, 2020
Any guesses, Mi fans? pic.twitter.com/w1y6dU22xb
કંપની આ પ્રોડક્ટને ચીનમાં વર્ષ 2019માં લોન્ચ કરી ચૂકી છે. ભારતમાં પણ ચીનનું જ વેરિઅન્ટ લોન્ચ થાય તેવી શક્યતા છે. ચીનમાં આ વેક્યુમ ક્લીનરની કિંમત 1,799 ચીની યુઆન (આશરે 19,500 રૂપિયા) છે.
ચીનમાં લોન્ચ થયેલાં ‘Mi રોબોટ વેક્યુમ ક્લીનર’ સ્પેસિફિકેશન અને ફીચર્સ
- તેમાં સ્વીપિંગ અને મોપિંગ મોડ, ઓનલી સ્વીપિંગ અને ઓનલી મેપિંગ મોડ આપવામાં આવ્યો છે.
- તેમાં જાપાનીઝ બ્રશલેશ મોટર, એડ્જસ્ટેબલ એર ડક્ટ ડિઝાઈન અને 2100Paનું સક્શન આપવામાં આવ્યું છે.
- આ ડિવાઈસમાં લેઝર ડિટેક્ટ સિસ્ટમ છે, જે સફાઈ દરમિયાન જમીન પર રહેલી વસ્તુઓની ઓળખ કરે છે.
- મોપિંગ મોડ માટે યુઝરે 550mlનું અલગથી વોટરટેંક ખરીદવાનું રહેશે.
- યુઝર એપનાં માધ્યમથી રોબોટે કરેલી સફાઈનું સ્ટેટસ પણ જોઈ શકે છે. આ સિવાય એપનાં માધ્યમથી રિઅલ ટાઈમ પાથ મોનિટરિંગ, સેટિંગ ક્લીનિંગ પાથ અને ટાઈમર પણ સેટ કરી શકે છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2XMrZsJ
No comments:
Post a Comment