Thursday, 16 April 2020

સેમસંગ ‘ગેલેક્સી ટેબ S6 લાઈટ’ ટેબ્લેટ લોન્ચ થયું, ‘S’ પેન અને ઈન ડિસ્પ્લે ફિંગર પ્રિન્ટ સેન્સર મળશે

કોરિયન ટેક કંપની સેમસંગે તેનું લેટેસ્ટ ટેબ્લેટ ‘ગેલેક્સી ટેબ S6 લાઈટ’ લોન્ચ કર્યું છે. ટેબ્લેટનાં અંગોરા બ્લૂ, શિફોન પિંક અને ઓક્સફર્ડ ગ્રે કલર વેરિઅન્ટ લોન્ચ થયાં છે. જોકે કંપનીએ તેની કિંમત અને ગલોબલી લોન્ચ વિશે કોઈ ખુલાસો કર્યો નથી. ટેબ્લેટની ખાસ વાત એ છે કે તેમાં ‘S’ પેન સપોર્ટ અને ઈન ડિસ્પ્લે ફિંગર પ્રિન્ટ સેન્સર મળશે. ટેબ્લેટનાં 4GB+64GB અને 4GB+128GB સ્ટોરેજ વેરિઅન્ટ લોન્ચ થયાં છે.

‘ગેલેક્સી ટેબ S6 લાઈટ’ નાં બેઝિક સ્પેસિફિકેશન

  • ટેબ્લેટમાં 10.4 ઈંચની TFT (થિન ફિલ્મ ટ્રાન્ઝિસ્ટર ) 1200x2000 રિઝોલ્યુશન ધરાવતી ડિસ્પ્લે મળશે.
  • ટેબ્લેટમાં ઓક્ટાકોર પ્રોસેસર મળશે. જોકે તો કયુ હશે તેની કોઈ સ્પષ્ટતા કંપનીએ કરી નથી. તે એક્સીનોસ 9611 SoC હોઈ શકે છે.
  • તેમાં એન્ડ્રોઈડ 10 વિથ OneUI 2.0 ઓપરેટિંગ સિસ્ટમ મળશે.
  • ટેબ્લેટમાં સિંગલ રિઅર 8MP અને 5MPનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે.
  • કનેક્ટિવિટી માટે તેમાં LTE, ડ્યુઅલ બેન્ડ વાઈફાઈ, GPS, NFC, બ્લુટૂથ 5.0, USB ટાઈપ-સી પોર્ટ અને 3.5mmનો ઓડિયો જેક મળશે.
  • ટેબ્લેટ ડોલ્બિ સાઉન્ડ સપોર્ટ કરે છે.
  • તેમાં 7,040mAhની બેટરી મળશે, જે વીડિયો સાથે 13 કલાકનું બેકઅપ આપે છે.


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Samsung 'Galaxy Tab S6 Lite' tablet launched, 'S' pen and in-display fingerprint sensor will get


from Divya Bhaskar https://ift.tt/2xnOfhL

No comments:

Post a Comment