Friday, 10 April 2020

ફેસબુકે નોટિફિકેશન મ્યૂટ કરવા અને એપનો ઉપયોગ ન કરવા માટેનું રિમાઈન્ડર આપતું ફીચર ‘Quiet Mode’ લોન્ચ કર્યું

કોરોનાવાઈરસને લીધે ભારત સહિત અનેક દેશોમાં લોકડાઉન છે. તેને લીધે ફેસબુક સહિત અનેક સોશિયલ મીડિયા એપ્સનો ઉપયોગ વધી રહ્યો છે. તેને ધ્યાનમાં રાખીને ફેસબુકે ‘Quiet Mode’ ફીચર લોન્ચ કર્યુ છે.

આ ફીચરથી યુઝર નોટિફિકેશન મ્યૂટ કરી શકશે સાથે જ યુઝરના એપ ઉપયોગ કરવા પર રિમાઈન્ડર પણ આપે છે. તાજેતરમાં તેને કેટલાક iOS યુઝર્સ માટે લોન્ચ કરવામાં આવ્યું છે. એન્ડ્રોઈડ યુઝર્સ માટે તેને મે મહિનામાં લોન્ચ કરવામાં આવશે.

‘Quiet Mode’માં યુઝર નિયત કરેલા સમય સુધી નોટિફિકેશન ટર્ન ઓફ કરી શકે છે. આ નિયત સમયમાં જો યુઝર એપનો ઉપયોગ કરશે તો તેને એપનો ઉપયોગ ન કરવા માટે નોટિફિકેશન મળશે. યુઝરને નોટિફિકેશન ટર્ન ઓફ ‘Quiet Mode’માં મેન્યુઅલી અથવા ઓટોમેટિક ઓપ્શન મળશે.

વર્ષ 2018માં ફેસબુકે ટાઈમમેનેજમેન્ટ ટૂલ લોન્ચ કર્યું હતું. તેના જેવું જ આ ટૂલ છે. કંપનીએ આ ટૂલના લોન્ચ વિશે કોવિડ ન્યૂઝરૂમ પોસ્ટમાં અપડેટ કરી છે.

આ મોડનો ઉપયોગ યુઝર ‘ટાઈમ સ્પેન્ટ’ સહિતના અધર ડેટા સેક્શનમાંથી કરી શકશે. ‘ટાઈમ સ્પેન્ટ’માં યુઝર દિવસ અને રાત બંનેનો અલગ અલગ ડેટા જોઈ શકશે. આ સિવાય યુઝરે દિવસભર કેટલી વખત ફેસબુક ઓપન કર્યું તેની માહિતી પણ મળશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Facebook launches 'Quiet Mode', a reminder to mute notifications and not use the app.
Facebook launches 'Quiet Mode', a reminder to mute notifications and not use the app.


from Divya Bhaskar https://ift.tt/2UXIU9F

No comments:

Post a Comment