ટેક જાયન્ટ એપલ એક નવાં ‘ક્લિપ ફીચર’ પર કામ કરી રહી છે. આ ફીચરની મદદથી યુઝર કોઈ પણ એપને ઈન્સ્ટોલ કર્યા વગર તેનાં ફીચરનો ઉપયોગ કરી શકશે. ટેક ફર્મ 9to5macના એક રિપોર્ટમાં આ વાત સામે આવી છે. આ રિપોર્ટ અનુસાર, QR કોડ સ્કેન કરીને એપનાં કેટલાક ફીચરનો એકસ્પિરિયન્સ લઈ શકશે. તેના માટે યુઝરે એપ ઈન્સ્ટોલ કરવાની આવશ્યકતા નહીં રહે.
હાલ iOS પર કોઈ લિંક ઓપન કરવા પર અથવા QR કોડ સ્કેન કરવા પર તે સફારી બ્રાઉઝરમાં ઓપન થાય છે. ફ્લિક્સ ફીચરની મદદથી એપલ યુઝર ડિરેક્ટ કેટલાક ફીચરનો ઉપયોગ કરી શકશે. તેના માટે એપ ઈન્સ્ટોલ કરવાની જરૂર નહીં રહે. એપલ યુઝરને ઈન્ટરેક્ટિવ અને ડાયનેમિક કન્ટેન્ટ એક્સપિરિયન્સ આપવા માટે આ ફીચર લોન્ચ કરશે.
યુઝર ફ્લોટિંગ કાર્ડમાં કન્ટેન્ટ જોઈ શકશે
iOS યુઝર કોઈ પણ એપમાં લિંક કોડ સ્કેન કર્યા બાદ ડિરેક્ટ ઈન્ટરેક્ટ કરી શકશે. આ વાતને એક ઉદાહરણથી સમજીએ તો યુઝરને કોઈ યુટ્યુબ વીડિયોનાં માધ્યમથી કોઈ લિંક મળે છે પરંતુ યુઝરના આઈપેડ અથવા આઈફોનમાં તેને ઓપન કરવા ઓફિશિયલ એપ નથી. તો યુઝર QR કોડ સ્કેન કરી ફ્લોટિંગ કાર્ડમાં કન્ટેન્ટ જોઈ શકશે. તેમાં એપનાં ફુલ વર્ઝનને ડાઉનલોડ કરવાનો પણ ઓપ્શન મળશે. હાલમાં iOSનું વર્ઝન 13.4.1 કાર્યરત છે. iOS 14ને કંપની થોડા સમયમાં લોન્ચ કરશે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3b05vYZ
No comments:
Post a Comment