ચાઈનીઝ ટેક કંપની હુવાવેએ ભારતમાં લોકડાઉન પિરિયિડમાં તેની પ્રથમ પ્રોડક્ટ ‘હુવાવે Y9s’ સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. તેનાં સિંગલ 6 GB + 128 GB વેરિઅન્ટની કિંમત 19,990 રૂપિયા છે. ફોનની ખાસ વાત એ છે કે તેમાં 16 MPનો પોપ અપ સેલ્ફી કેમેરા અને સાઈડ માઉન્ટેડ ફિંગર પ્રિન્ટ કેમેરા મળે છે.
ફોનમાં 48MPના પ્રાઈમરી રિઅર કેમેરા સાથેનું ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપ મળે છે. ફોનનાં બ્રિથિંગ ક્રિસ્ટલ, ફેન્ટમ પર્પલ અને મિડનાઈટ બ્લેક કલર વેરિઅન્ટ લોન્ચ થયાં છે. ફોનનું વેચાણ ટૂંક સમયમાં એમેઝોન પર શરૂ કરવામાં આવશે.
‘હુવાવે Y9s’નાં ફીચર્સ
- ફોનના કેમેરામાં સુપર નાઈટ મોડ આપવામાં આવ્યો છે.
- ફોનનો પોપઅપ સેલ્ફી કેમેરા સેલ્ફી લેતા સમયે ઓટોમેટિક અપ થાય છે.
- સિક્યોરિટી માટે ફોનમાં સાઈડ માઉન્ટેડ ફિંગર પ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે.
- કનેક્ટિવિટી માટે ફોનમાં LTE, વાઈફાઈ 802.11b/g/n, બ્લુટૂથ 4.2, GPS , AGPS, USB ટાઈપ સી પોર્ટ અને 3.5mmનો ઓડિયો જેક મળશે.
‘હુવાવે Y9s’નાં બેઝિક સ્પેસિફિકેશન
|
ડિસ્પ્લે સાઈઝ |
6.59 ઈંચ |
|
ડિસ્પ્લે ટાઈપ |
ફુલ HD+ LCD 2,340 x 1,080 રિઝોલ્યુશન |
|
OS |
EMUI 9.1 વિથ એન્ડ્રોઈડ 9 |
|
પ્રોસેસર |
ઓક્ટાકોર કિરિન 710F |
|
રિઅર કેમેરા |
પોપ અપ 16 MP |
|
ફ્રન્ટ કેમેરા |
48MP + 8MP + 2MP |
|
રેમ |
6 GB |
|
સ્ટોરેજ |
128 GB |
|
બેટરી |
4,000 mAh |
|
વજન |
206 ગ્રામ |
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3fHffdk
No comments:
Post a Comment