ફેસબુકે તાજેતરમાં જ તેનો ટ્રાન્સપરન્સી રિપોર્ટ બહાર પાડ્યો છે. જેમાં વર્ષ 2019માં વિશ્વભરમાંથી યુઝર ડેટા માટે આવેલી રિક્વેસ્ટ વિશેની માહિતી સામે આવી. રિપોર્ટ અનુસાર, યુઝર્સના ડેટા માટે સૌથી વધારે રિક્વેસ્ટ મોકલવામાં ભારત બીજા ક્રમે છે, જ્યારે અમેરિકાએ સૌથી વધુ રિક્વેસ્ટ મોકલી છે. ભારત સરકારે ફેસબુકને 49 હજાર લીગલ અને ઇમ્રજન્સી રિક્વેસ્ટ મોકલી. વર્ષ 2018માં આ આંકડો 37 હજાર હતો. કંપનીએ કહ્યું કે, વર્ષ 2019ના બીજા ભાગમાં વિશ્વભરની સરકારો દ્વારા યુઝર ડેટા રિક્વેસ્ટમાં 9.5%નો વધારો થયો છે.
ફેસબુકના વીપી અને ડેપ્યુટી જનરલ કાઉન્સિલ ક્રિસ સોનડરબીનું કહેવું છે કે, વર્ષ 2019ના છેલ્લા 6 મહિનામાં સરકાર દ્વારા યુઝર ડેટા માટે રિક્વેસ્ટ મોકલવાનો આંકડો 9.5% વધ્યો, જે 1,28,617થી વધીને 1,40,875 સુધી પહોંચી ગયો. તેમાં સૌથી વધુ રિક્વેસ્ટ અમેરિકા દ્વારા મોકલવામાં આવી હતી. ત્યારબાદ ભારત, યુકે, જર્મની અને ફ્રાન્સનો નંબર આવે છે.
ભારતે 49 હજાર વખત રિક્વેસ્ટ મોકલી
- વર્ષ 2019ના પહેલા ભાગમાં ભારતે યુઝર્સની જાણકારી માગવા માટે 22,684 રિક્વેસ્ટ મોકલી, જ્યારે બીજા ભાગમાં ભારત સરકારે 26,698 રિક્વેસ્ટ મોકલી. જો કે, ફેસબુકે ફક્ત 15,206 અકાઉન્ટનો ડેટા પ્રોડ્યૂસ કર્યો હતો. વર્ષ 2018માં ભારત સરકારે ફક્ત 37,000 રિક્વેસ્ટ મોકલી.
- બીજા ભાગમાં મોકલવામાં આવેલી કુલ રિક્વેસ્ટમાંથી 24,944 લીગલ રિક્વેસ્ટ હતી, જ્યારે 1,754 ઇમરજન્સી રિક્વેસ્ટ હતી. લીગલ રિક્વેસ્ટ કાનૂની પ્રક્રિયાઓ જેમ કે સર્ચ વોરંટ માટે મોકલવામાં આવે છે, જ્યારે ઇમરજન્સી રિક્વેસ્ટ કોઇ પ્રકારની જોખમ સ્થિતિ બને ત્યારે કોઈ કાનૂની પ્રક્રિયા વગર મોકલવામાં આવે છે.
ઇમરજન્સીમાં કાનૂની પ્રક્રિયા વગર રિક્વેસ્ટ મોકલી શકાય છે
ફેસબુકે તેની બ્લોગ પોસ્ટમાં કહ્યું કે, ઇમરજન્સી પરિસ્થિતમાં કાયદાની અમલવારી કાનૂની પ્રક્રિયામાંથી પસાર થયા વિના રિક્વેસ્ટ મોકલી શકાય છે. સંજોગોને આધારે અમે કાયદાના અમલ માટે સ્વેચ્છાએ માહિતી જાહેર કરી શકીએ છીએ, જ્યાં આપણી પાસે વિશ્વાસ કરવા માટે એક સારું કારમ છે કે, આ બાબતમાં ગંભીર શારીરિક ઇજા અથવા મૃત્યુનું જોખમ સામેલ છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2YXq1Gk
No comments:
Post a Comment