Monday, 11 May 2020

22 વર્ષ પહેલાં ભારતે સફળ પરમાણુ પરિક્ષણ કરી દુનિયાને આશ્ચર્યચકિત કરી, ત્યારબાદ ભારત પરમાણુ ક્લબનો છઠ્ઠો દેશ બન્યો

11મેના દિવસને દેશભરમાં નેશનલ ટેક્નોલોજી ડે તરીકે ઉજવવામાં આવે છે. 11મે 1998ના રોજ ભારતમાં પ્રથમ સફળ પરમાણુ પરિક્ષણ થયું હતું. ત્યારથી દેશમાં ટેક્નોલજી ક્ષેત્રે ક્રાંતિ આવી છે. આ દિવસે ભારતીય સેનાએ રાજસ્થાનના પોખરણ રેન્જમાં ભારત દ્વારા 5 પરમાણુ બોમ્બ વિસ્ફોટની સિરીઝમાં પ્રથમ પગલું ભર્યું હતું અને 11 મે 1998ના દિવસે ભારતે ઓપરેશન શક્તિ મિસાઈલનું સફળતાપૂર્વક ફાયર કર્યું હતું.

અમેરિકાની સિક્રેટ એજન્સીથી છૂપાઈને આખું ઓપરેશન થયું હતું

  • ભારતે પરમાણુ પરિક્ષણ એકદમ ખાનગી રીતે કર્યું હતું. કારણ કે વર્ષ 1995માં તેના પ્રયાસો વિશે અમેરિકન જાસૂસોને ખબર પડી હતી અને પરિક્ષણ ટળ્યું હતું. પરંતુ વર્ષ 1998માં ભારતે સફળ પરિક્ષણ કર્યું હતું. પરિક્ષણ સ્થળનું ચેકિંગ ડો. એપીજે અબ્દુલ કલામ અને પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીએ કર્યું હતું. ડો. કલામ અને તેમની ટીમે અનેક મહિનાઓ સુધી સૈનિકના રૂપમાં ફર્યા હતાં.
  • 11મે 1998ની સવારે થારના રણમાં પોથરણના ખેતોલાઈ ગામ પાસે ભારતે તેનું પરમાણુ પરિક્ષણ કર્યું હતું. વ્હાઈટ હાઉસ નામથી બનાવેલા શાફ્ટમાં વિસ્ફોટ થયો હતો. ભારતે 58 કિલો ટન ક્ષમતાના પરમાણુ બોમ્બનું પરિક્ષણ કર્યું હતું. આ ક્ષમતા બીજા વિશ્વયુદ્ધ સમયે અમેરિકાએ જાપાનના હિરોશિમામાં કરેલા પરમાણુ વિસ્ફોટ કરતાં 4 ગણી હતી. સફળ પરમાણુ પરિક્ષણ કર્યાની વાત વહેતી થતાં જ દુનિયાભરમાં ભારતની એક અલગ છબી ઉભરી આવી હતી.
  • ત્યારબાદ તત્કાલીન પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીએ ભારતને પરમાણુ સંપન્ન દેશ ઘોષિત કર્યો હતો. ત્યારબાદ ભારત પરમાણુ ક્લબ દેશોમાં સામેલ થનારો છઠ્ઠો દેશ બન્યો હતો. તેથી 1999થી 11મેએ નેશનલ ટેક્નોલોજી ડે તરીકે ઉજવવામાં આવે છે.

મિસાઈલ ત્રિશૂલનું સફળ પરિક્ષણ થયું

પરમાણુ પરિક્ષણ સિવાય ભારતે એરોસ્પેસ લેબ, બેંગલોર દ્વારા વિકસિત પ્રથમ વિમાન હંસા 3નું પણ સફળ પરિક્ષણ કર્યું હતું. DRDO (ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન)એ ભારતની રેન્જમાં હવામાં માર કરનારી મિશાઈલ ત્રિશૂલનું પણ સફળ પરિક્ષણ કર્યું હતું. આ સફળ પરિક્ષણે પોખરણ પરિક્ષણની ખુશીમાં બમણો વધારે કર્યો હતો અને દેશવાસીઓને ગૌરવાંતિત કર્યા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટેક્નોલોજી ડે પર ટ્વીટ કરી શુભેચ્છાઓ પાઠવી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોખરણ પરીક્ષણને લઈ મન કી બાત કાર્યક્રમમાં શેર થયેલો વીડિયો શેર કરી લખ્યું કે, વર્ષ 1998માં પોખરણમાં થયેલાં પરિક્ષણોએ દર્શાવ્યું કે કેવી રીતે એક મજબૂત રાજનીતિક નેતૃત્વ મોટું અંતર ઉત્પન્ન કરી શકે છે.

ટ્વીટર પર PM મોદીએ એક વીડિયો પણ શેર કર્યો

તેમણે જણાવ્યું કે દુનિયાને કોરોનાવાઈરસથી મુક્ત બનાવવા માટે ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તેમાં ભાગીદારી આપતા લોકોને સલામ પણ આપી હતી. તેમણે અપીલ કરી કે સ્વસ્થ અને સારો ગ્રહ બનાવવા માટે ટેક્નોલોજીનો ઉપયોગ કરતા રહેવું જોઈએ.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
India surprised the world by conducting a successful nuclear test 22 years ago, then India became the sixth country in the nuclear club, NATIONAL TECHNOLOGY DAY


from Divya Bhaskar https://ift.tt/3cnPgFL

No comments:

Post a Comment