અમેરિકા સ્થિત MIT (મશાચુસેટ્સ ઓફ ટેક્નોલોજી)એ વિવિધ દેશોની કોરોનાવાઈરસ ટ્રેકિંગ એપનાં રેટિંગનું લિસ્ટ જાહેર કર્યું છે. ડેટા પ્રાઈવસી અને સિક્યોરિટી સહિતનાં પરિબળો પર આપવામાં આવેલાં આ રિવ્યૂમાં સ્વદેશી એપ ‘આરોગ્ય સેતુ’ને 5માંથી માત્ર 2 રેટિંગ મળ્યું છે. તેને ટ્રાન્સપરન્સી અને વોલન્ટિયર યુઝેસ માટે સુરક્ષિત ગણવામાં આવી નથી. MITએ 25 દેશોની કોરોનાવાઈરસ ટ્રેકિંગ એપનાં રેટિંગ જાહેર કર્યાં છે.
તમામ એપને 5 પરિબળોના આધારે રેટિંગ મળ્યું
MITએ 5 પરિબળોના આધારે તમામ ટ્રેકિંગ એપનું આંકલન કર્યું છે. તેમાં એપની અનિવાર્યતા, ડેટાનો ઉપયોગ, એપના ડેટાને ડિલીટ કરવામાં લાગતો સમય, કેવા પ્રકારનો ડેટા કલેક્ટ કરવામાં આવે છે અને ઓવરઓલ ટ્રાન્સપરન્સી સામેલ છે. આરોગ્ય સેતુ એપ કલેક્ટેડ ડેટાનો પ્રકાર અને સમયસર એપના ડેટા ડિલીટ કરવાનાં માપદંડ પર ખરી ઉતરી છે. બાકીનાં 3પરિબળો પર સ્કોર હાંસલ કરવામાં એપ નિષ્ફળ બની છે.તેને લીધે એપને 2 રેટિંગ મળ્યું છે.
સિંગાપોર અને ઓસ્ટ્રેલિયાની એપને 5 રેટિંગ
સિંગાપોર, ઓસ્ટ્રેલિયા, નોર્વે, ઈઝરાયલ, આયલેન્ડ, ઓસ્ટ્રિયા અને રિપબ્લિક ચેકની કોરોનાવાઈર ટ્રેકિંગ એપને 5માંથી 5 રેટિંગ મળ્યું છે. જોકે પાડોશી દેશ ચીનની એપને 1 પણ રેટિંગ મળ્યું નથી. ફ્રાન્સ અને ઈરાનની કોરોનાવાઈરસ ટ્રેકિંગ એપના માત્ર 1 જ રેટિંગ મળ્યું છે.
આરોગ્ય સેતુ એપને ગૂગલ પ્લે સ્ટોર પર 4.4 રેટિંગ
આરોગ્ય સેતુ એપ MIT રેટિંગમાં ભલે પાછળ રહી હોય પરંતુ પ્લે સ્ટોર પર યુઝર તેને ખૂબ પસંદ કરી રહ્યાં છે. આરોગ્ય સેતુ એપને પ્લે સ્ટોર પર 4.4 અને એપ સ્ટોર પર 4.2 રેટિંગ મળ્યું છે. ભારતમાં આરોગ્ય સેતુ એપના 9 કરોડથી વધારે યુઝર્સ છે.
આરોગ્ય સેતુ એપ
- ‘આરોગ્ય સેતુ’ એપ કોરોનાવાઈરસ ટ્રેકિંગ એપ છે.
- તે લોકેશન અને GPS ને આધારે કોરોનાવાઈરસના સંક્રમિતોને ટ્રેક કરી યુઝર્સને કેટલું જોખમ છે તેની માહિતી આપે છે.
- એપ કોરોનાવાઈરસનુ જોખમ, કેસોની અપડેટ્સ અને સેલ્ફ અસેસમેન્ટ સહિતના અનેક ફીચર્સ ધરાવે છે. ગુજરાતી, અંગ્રેજી, હિન્દી સહિત એપ કુલ 11 ભાષા સપોર્ટ કરે છે.
- એપમાં ટૂંક સમયમાં લોકડાઉનના સમયમાં જરૂરિયાત માટે બહાર જવા માટેને ઈ-પાસ ઈશ્યુ કરવામાં આવશે.
- એપ એન્ડ્રોઈડ અને iOS બંને ઓપરેટિંગ સિસ્ટમ પર કાર્યરત છે.
- થોડા દિવસ અગાઉ ફીચર ફોન અને લેન્ડલાઈન યુઝર્સ માટે સરકારે IVRS સર્વિસ લોન્ચ કરી હતી. તેમાં યુઝર 1920 નંબર પર મિસ્ડ કોલ કરી હેલ્થ અલર્ટ મેળવી શકે છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2SVquF7
No comments:
Post a Comment