Tuesday, 12 May 2020

32MP+8MPનો ડ્યુઅલ રિઅર કેમેરા ધરાવતો સ્માર્ટફોન ‘વિવો V19’ ભારતમાં લોન્ચ થયો, બેઝિક વેરિઅન્ટની કિંમત ₹ 27,990

એપલ, શાઓમી અને રિઅલમી બાદ હવે ચાઈનીઝ ટેક કંપની વિવોઓ પણ લોકડાઉન પિરિયડમાં તેનો સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. કંપનીએ ભારતમાં 32MP+8MPનું ડ્યુઅલ રિઅર કેમેરા ધરાવતો સ્માર્ટફોન ‘વિવો V19’ લોન્ચ કર્યો છે. તેનાં બેઝિક વેરિઅન્ટની કિંમત 27,990 રૂપિયા છે. ફોનમાં Funtouch OS 10 વિથ એન્ડ્રોઈડ 10 ઓપરેટિંગ સિસ્ટમ અને ક્વોલકોમ સ્નેપડ્રેગન 712 પ્રોસેસર આપવામાં આવ્યું છે. ફોનમાં 48MPનું પ્રાઈમરી રિઅર કેમેરા સાથેનું 4 રિઅર કેમેરા સેટઅપ મળશે. 15મેથી કંપનીની ઓફિશિયલ વેબસાઈટ અને ઈ કોમર્સસાઈટ પર તેનું વેચાણ શરૂ કરવામાં આવશે. કંપનીએ ટ્વીટ કરી તેની માહિતી આપી છે.

વેરિઅન્ટ અને કિંમત

8GB + 128GB: 27,990 રૂપિયા

8GB + 256GB: 31,990રૂપિયા

‘વિવો V19’માં ઈન ડિસ્પ્લે ફિંગર પ્રિન્ટ સેન્સર મળશે

  • ફોનનાં કેમેરા સુપર નાઈટ સેલ્ફી, ઓરા સ્ક્રીન લાઈટ, સુપર વાઈડ એંગલ સેલ્ફી, સુપર નાઈટ મોડ સહિતનાં અનેક ફીચર સપોર્ટ કરે છે.
  • ફોન ડ્યુઅલ નેનોસિમ કાર્ડ સપોર્ટ કરે છે, તેમાં મેમરી એક્સપાન્ડ કરવા માટે અલગથી મેમરી કાર્ડ સ્લોટ પણ મળશે.
  • સિક્યોરિટી માટે ફોનમાંઈન ડિસ્પ્લે ફિંગર પ્રિન્ટ સેન્સર મળશે.
  • કનેક્ટિવિટી માટે ફોનમાં 4G LTE, વાઈફાઈ, બ્લુટૂથ 5.0, GPS,USB ટાઈપ સી અને 3.5mmનો ઓડિયો જેક મળશે.

‘વિવો V19’નાં બેઝિક સ્પેસિફિકેશન

ડિસ્પ્લે સાઈઝ

6.44 ઈંચ

ડિસ્પ્લે ટાઈપ

સુપર AMOLED ફુલ HD+ 2400×1080પિક્સલ

OS

Funtouch OS 10 વિથ એન્ડ્રોઈડ 10
પ્રોસેસર ક્વોલકોમ સ્નેપડ્રેગન 712

રિઅર કેમેરા

48MP+8MP+2MP+2MP

ફ્રન્ટ કેમેરા

32MP+8MP

રેમ

8GB

સ્ટોરેજ

128GB / 256GB

બેટરી

4500mAh વિથ 18વૉટ ફાસ્ટ ચાર્જિંગ

વજન

186.5 ગ્રામ


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Vivo launched Vivo V19 smartphone with 32MP + 8MP dual rear camera in India, basic variant priced at ₹ 27,990


from Divya Bhaskar https://ift.tt/2YZjCuf

No comments:

Post a Comment