Tuesday, 12 May 2020

‘રેડમી નોટ 9 પ્રો મેક્સ’નો સેલ શરૂ થતાંની સાથે જ ગણતરીની મિનિટોમાં તમામ યુનિટ્સ વેચાઈ ગયાં

ચાઈનીઝ ટેક કંપની શાઓમીના ‘રેડમી નોટ 9’ સિરીઝનાં સ્માર્ટફોન ‘રેડમી નોટ 9 પ્રો મેક્સ’નો પ્રથમ સેલ મંગળવારે બપોરે 12 વાગ્યે શરૂ થયો હતો. સેલ શરૂ થતાંની ગણતરીની મિનિટોમાં જ કંપનીના તમામ યુનિટ્સનું વેચાણ થઈ ચૂક્યું છે. જોકે આ યુનિટ્સનાં આંકડાઓ વિશે કંપનીએ કોઈ ખુલાસો કર્યો નથી. કંપનીના MD મનુકુમાર જૈને ટ્વીટ કરી આ માહિતી આપી છે.

ટ્વીટમાં મનુએ ‘રેડમી નોટ 9 પ્રો મેક્સ’નો બીજો સેલ આવતાં અઠવાડિયે શરૂ થશે તેમ જણાવ્યુંછે. આ ફોનનું લોન્ચિંગ માર્ચ મહિનામાં થયું હતું. લોન્ચિંગ કરતાં ફોનની કિંમતમાં વધારો થયો હોવા છતાં ગણતરી મિનિટોમાં ફોનનાં તમામ યુનિટ્સ વેચાઈ ગયા હતાં. ફોનમાં 64MPના પ્રાઈમરી રિઅર કેમેરા સાથેનું 4 રિઅર કેમેરા સેટઅપ મળે છે. ફોનમાં એન્ડ્રોઈડ 10 ઓપરેટિંગ સિસ્ટમ અને કવૉલકોમ સ્નેપડ્રેગન 720G પ્રોસેસર આપવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે ટેક રિસર્ચ ફર્મ કાઉન્ટ પોઈન્ટના રિસર્ચ અનુસાર, શાઓમી કંપની ભારતની નંબર 1 બ્રાન્ડ છે. કંપની સ્માર્ટફોન માર્કેટ શેરિંગમાં 30%થી વધારે શેરિંગ ધરાવે છે.

રેડમી નોટ 9 પ્રો મેક્સનાં વેરિઅન્ટ અને કિંમત

વેરિઅન્ટ નવી કિંમત (રૂપિયામાં) જૂની કિંમત(રૂપિયામાં)
6 GB + 64 GB 16,499 14,999
6 GB + 128 GB 17,999 16,999
8 GB + 128 GB 19,999 18,999

‘રેડમી નોટ 9 પ્રો મેક્સ’નાં બેઝિક સ્પેસિફિકેશન

ડિસ્પ્લે સાઈઝ

6.67-ઈંચ

ડિસ્પ્લે ટાઈપ

ફુલ HD+ 1080x2400 પિક્સલ

OS

એન્ડ્રોઈડ 10 વિથ MIUI11

પ્રોસેસર

કવૉલકોમ સ્નેપડ્રેગન 720G

રિઅર કેમેરા

64 MP+ 8 MP + 5 MP+ 2 MP

ફ્રન્ટ કેમેરા

32 MP

રેમ

6GB/8GB

સ્ટોરેજ

64GB/128GB

બેટરી

5020mAh વિથ ફાસ્ટ વૉટ ચાર્જિંગ


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
All units sold out within minutes of the sale of the Redmi Note 9 Pro Max


from Divya Bhaskar https://ift.tt/3dGXjOd

No comments:

Post a Comment