Monday, 11 May 2020

ભારતમાં ટૂંક સમયમાં ‘આઈફોન SE (2020)’નું વેચાણ ફ્લિપકાર્ટ પર શરૂ થશે, HDFC બેંકના ગ્રાહકોને 3600 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે

કોરોનાવાઈરસને લીધે લાગુ કરાયેલા લોકડાઉન 3.0માં ઈ કોમર્સ સાઈટને કેટલીક શરતી છૂટછાટો મળતાં વિવિધ ટેક કંપનીઓએ પોતાની લેટેસ્ટ પ્રોડક્ટ્સનું વેચાણ શરૂ કર્યું છે. ટૂંક સમયમાં ટેક જાયન્ટ એપલ પણ ‘આઈફોન SE (2020)’નું વેચાણ ફ્લિપકાર્ટનાં માધ્યથી શરૂ કરશે. ફ્લિપકાર્ટ પર તેનું ટીઝર પેજ રિલીઝ કરવામાં આવ્યું છે. કંપનીએ HDFC બેંક સાથે પાર્ટનરશિપ કરી છે. તે અંતર્ગત HDFC બેંકના ગ્રાહકોને 3600 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે. જોકે આ ડિસ્કાઉન્ટ બેઝિક વેરિઅન્ટ માટે જ છે કે તમામ વેરિઅન્ટ માટે તેની કંપનીએ કોઈ સ્પષ્ટતા કરી નથી.

ઓફર

જોકે કંપનીએ તેનું વેચાણ ક્યારે શરૂ કરવામાં આવશે તે વિશે કોઈ માહિતી આપી નથી. ટીઝર પેજમાં માત્ર કમિંગ સૂન લખવામાં આવ્યું છે. લેટેસ્ટ આઈફોનનાં બેઝિક વેરિઅન્ટની કિંમત 42,500 રૂપિયા છે પરંતુ HDFC બેંકનાં ક્રેડિટ/ડેબિટ કાર્ડ યુઝર તેની ખરીદી 38,900 રૂપિયામાં કરી શકશે. ગ્રાહકો સરળ EMIથી પણ ફોનની ખરીદી કરી શકશે.

રજિસ્ટ્રેશન શરૂ થયું

ફ્લિપકાર્ટ વેબ/એપનાં ટીઝરમાં નોટિફાય બટન એક્ટિવ છે, તેના પર યુઝર રજિસ્ટ્રેશન કરી સેલની માહિતી મેળવી શકશે.

યુઝરે ઈમેઈલ અને મોબાઈલ નંબરથી રજિસ્ટ્રેશન કરવાનું રહેશે.

ભારતમાં કિંમત અને વેરિઅન્ટ

64GB: 42,500 રૂપિયા

125GB: 47,800 રૂપિયા

256GB: 58,300 રૂપિયા

‘આઈફોન SE (2020)’ની કેટલીક ખાસ વાતો:

  • ‘આઈફોન SE (2020)’માં પોટ્રેટ મોડ, HDR અને 4K વીડિયો રેકોર્ડિંગ સપોર્ટ મળશે.
  • સિક્યોરિટી માટે આઈફોનમાં ટચ આઈડી ફિંગર પ્રિન્ટ સેન્સર મળશે.
  • આઈફોન વાયરલેસ ચાર્જિંગ સપોર્ટ કરે છે. આઈફોનની બેટરી 18વૉટના અડેપ્ટર સાથે 30 મિનિટમાં 50% ચાર્જ થાય છે.
  • તેને IP67 રેટિંગ મળ્યું છે અર્થાત આઈફોન 30 મિનિટ સુધી 1 મીટર ઊંડાઈ સુધી સ્પ્લેશ, વોટર અને ડસ્ટ રઝિસ્ટન્સ છે.
  • કનેક્ટિવિટી માટે આ આઈફોનમાં LTE, Siri7, બ્લુટૂથ 5.0, NFC, GPS/GNSS, Wi-Fi 6 અને USB પોર્ટ મળશે,
  • આઈફોન ડ્યુઅલ નેનો/ઈ-સિમ સપોર્ટ કરે છે.

‘આઈફોન SE (2020)’નાં બેઝિક સ્પેસિફિકેશન

ડિસ્પ્લે સાઈઝ

4.7 ઈંચ

ડિસ્પ્લેટાઈપ

રેટિના HD (1344X750)

OS

iOS 13

પ્રોસેસર

A13 બાયોનિક

રિઅર કેમેરા

12MP

ફ્રન્ટ કેમેરા

7MP

સ્ટોરેજ

64GB/128GB/256GB

વજન

148 ગ્રામ


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Sales of 'iPhone SE (2020)' to start in India soon on Flipkart, HDFC Bank customers to get Rs 3600 discount


from Divya Bhaskar https://ift.tt/3cnxy56

No comments:

Post a Comment