Monday, 15 June 2020

60X ડિજિટલ ઝૂમવાળો ‘રિઅલમી X3 સુપરઝૂમ’ સ્માર્ટફોન ટૂંક સમયમાં ભારતમાં લોન્ચ થશે

રિઅલમી Narzo સિરીઝ બાદ હવે કંપની ભારતમાં ‘રિઅલમી X3 સુપરઝૂમ’ સ્માર્ટફોન લોન્ચ કરવાની તૈયારીમાં છે. 60X ડિજિટલ ઝૂમવાળો ‘રિઅલમી X3 સુપરઝૂમ’ ભારતમાં ટૂંક સમયમાં લોન્ચ થશે. કંપનીએ ટ્વિટર પર ફોનનું ટીઝર પેજ રિલીઝ કર્યું છે. ઓ ફોનનું લોન્ચિંગ યુરોપમાં પહેલાંથી જ થઈ ચૂક્યું છે. તે મુજબ ફોનમાં 64MPનો પ્રાઈમરી રિઅર કેમેરા અને 60X ડિજિટલ ઝૂમ મળશે.

કિંમત અને લોન્ચિંગ
યુરોપમાં લોન્ચ થયેલાં 12GB +256GB વેરિઅન્ટની કિંમત EUR 499 આશરે 43,300 રૂપિયા છે. અગાઉના મીડિયા લીક્સ અનુસાર આ ફોન 26 જૂને લોન્ચ થઈ શકે છે. જોકે કંપનીએ લોન્ચિંગ ડેટ પર કોઈ સ્પષ્ટતા કરી નથી. ફોનનાં આર્કટિક વ્હાઈટ અને ગ્લેશિયર બ્લૂ કલર વેરિઅન્ટ લોન્ચ થઈ શકે છે.

‘રિઅલમી X3 સુપરઝૂમ’નાં ફીચર્સ અને સ્પેસિફિકેશન

  • યુરોપમાં લોન્ચ થયેલાં વેરિઅન્ટ પ્રમાણે ફોનમાં 6.6 ઈંચની ફુલ HD+ ડિસ્પ્લે મળશે, તેનું રિઝોલ્યુશન 1080x2400 પિક્સલ હશે.
  • ફોનમાં એન્ડ્રોઈડ 10 ઓપરેટિંગ સિસ્ટમ મળશે. યુરોપનાં વેરિઅન્ટમાંક્વૉલકોમ સ્નેપડ્રેગન 855+ પ્રોસેસર આપવામાં આવ્યું છે.રિઅલમી ઈન્ડિયાના ચીફ માર્કેટિંગ ઓફિસર ફ્રાંસિસ વાંગના ટ્વીટ અનુસાર, ભારતના મોડેલમા અલગ પ્રોસેસર આપવામાં આવશે.
  • ફોનમાં 64MP +8MP +8MP + 2MPનું રિઅર કેમેરા સેટઅપ મળશે. તેમાંથી 8MPનો લેન્સ 5X ઓપ્ટિકલ ઝૂમ અને 60X ડિજિટલ ઝૂમ સપોર્ટ કરે છે.
  • સેલ્ફી અને વીડિયો રેકોર્ડિંગ માટે 32MP + 8MPનું ડ્યુઅલ ફ્રન્ટ કેમેરા મળશે.
  • એસ્ટ્રોફોટોગ્રાફી માટે તેમાં starry મોડ મળશે.
  • ફોનમાં 30 વૉટનું ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરતી 4200mAh બેટરી મળશે.
  • સિક્યોરિટી માટે ફોનમાં સાઈડ માઉન્ટેડ ફિંગર પ્રિન્ટ સેન્સર મળશે.
  • કનેક્ટિવિટી ફોનમાં બ્લુટૂથ 5.0, ડ્યુઅલ બેન્ડ વાઈફાઈ અને USB ટાઈપ સી પોર્ટ મળશે.


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
'Realme X3 Superzoom' smartphone with 60X digital zoom will be launched in India soon


from Divya Bhaskar https://ift.tt/30L9ypv

No comments:

Post a Comment