Saturday, 6 June 2020

‘Mi બેન્ડ 5’માં NFC સપોર્ટ અને સ્ટ્રેસ મેનેજમેન્ટ મોડ મળશે, 11 જૂને ચીનમાં લોન્ચ થશે

ચાઈનીઝ ટેક કંપની શાઓમી તેનો નેક્સ્ટ ફિટનેસ બેન્ડ ‘Mi બેન્ડ 5’ 11 જૂને ચીનમાં લોન્ચ કરશે. લોન્ચિંગ પહેલાં તેનાં લેટેસ્ટ સ્પેસિફિકેશન લીક થયાં છે. ટેક વેબસાઈટ tizenhelpના રિપોર્ટ મુજબ, ‘Mi બેન્ડ 5’માં NFC (નીયર ફિલ્ડ કમ્યૂનિકેશન) સપોર્ટ, સ્ટ્રેસ એન્ડ બ્રિધિંગ મેનેજમેન્ટ મોડ અને DND મળશે.

NFC સપોર્ટ સાથેનો ‘Mi બેન્ડ 4’ રશિયામાં લોન્ચ થઈ ગયો છે. ‘Mi બેન્ડ 5’ચીનમાં 11 જૂને લોન્ચ થશે. જૂન મહિનામાં જ તેને ભારતમાં પણ લોન્ચ કરવામાં આવે તેવી શક્યતા છે. આ અગાઉ પણ ‘Mi બેન્ડ 5’નાં અનેક સ્પેસિફિકેશન અને ફીચર્સ લીક થઈ ચૂક્યાં છે.

‘Mi બેન્ડ 5’નાં બેઝિક ફીચર્સ અને સ્પેસિફિકેશન

  • tizenhelpના રિપોર્ટ મુજબ, ‘Mi બેન્ડ 5’માં NFC સપોર્ટ, સ્ટ્રેસ એન્ડ બ્રિધિંગ મેનેજમેન્ટ મોડ અને DND મળશે.
  • આ બેન્ડમાં 1.2 ઈંચની ડિસ્પ્લે મળી શકે છે.
  • ‘Mi બેન્ડ 5’માં બ્લડ ઓક્સિજન લેવલ મોનિટરિંગ મળી શકે છે.
  • કેટલાક મીડિયા રિપોર્ટ્સ અનુસાર તેમાં એલેક્સા સપોર્ટ પણ મળી શકે છે.
  • આ બેન્ડમાં યોગા, બાઈસિકલ સહિત 11 પ્રકારનાં સ્પોર્ટ મોડ મળી શકે છે.
  • શાઓમીનાં ‘Mi બેન્ડ 4’ની જેમ અપકમિંગ બેન્ડમાં પણ હાર્ટ રેટ અને સ્લીપ મોનિટર મળશે.
  • આ બેન્ડમાં પણ મ્યૂઝિક અને વોલ્યુમ કન્ટ્રોલ મળશે.
  • તેમાં ઈનકમિંગ કોલ્સ અને સોશિયલ મીડિયા નોટિફિકેશન મળશે.
  • બેન્ડની કિંમત 5,000 રૂપિયાની આસપાસ હોઈ શકે છે.


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
'Mi Band 5' will get NFC support and stress management mode, launches in China on June 11


from Divya Bhaskar https://ift.tt/2XBV759

No comments:

Post a Comment