Wednesday, 13 November 2019

રિઅલમી કંપનીનો અપકમિંગ સ્માર્ટફોન 'રિઅલમી 5s' 20 નવેમ્બરે લોન્ચ થશે, 48 મેગા પિક્સલનો કેમેરા મળશે

ગેજેટ ડેસ્કઃ ચાઈનીઝ સ્માર્ટફોન કંપની ‘રિઅલમી’ તેના લેટેસ્ટ સ્માર્ટફોન 'રિઅલમી 5s'ને 20 નવેમ્બરે ભારતમાં લોન્ચ કરશે. ઈ-કોમર્સ વેબસાઈટ ફ્લિપકાર્ટ પર તેનું ટીઝર પેજ રિલીઝ કરવામાં આવ્યું છે. ટીઝર મુજબ ફોનની બેક પેનલમાં ડાયમંડ શેપ ડિઝાઇન અને વર્ટિકલ ક્વૉડ એટલે કે ચાર રિઅર કેમેરા સેટઅપ મળશે.

ફોનની લોન્ચ ઇવેન્ટની તમામ ટિકિટનું વેચાણ 10 મિનિટમાં થઈ ગયું છે. 300 રૂપિયાની ટિકિટ સાથે કંપની 2100 રૂપિયાનો બેનિફિટ આપી રહી છે.

ટીઝરમાં ફોનનાં ચેરી રેડ કલર વેરિઅન્ટને બતાવવામાં આવ્યું છે.

ફોનનાં ક્વૉડ કેમેરા રિઅર સેટઅપમાં 48MPનો પ્રાઈમરી કેમેરા આપવામાં આવશે. રિઅર કેમેરા સેટઅપની બાજુમાં સિક્યોરિટી માટે ફિંગરપ્રિન્ટ સેન્સર પણ જોવા મળી રહ્યું છે.

રિઅલમીના આ ફોનથી રેડમી નોટ 7 પ્રો, રેડમી નોટ અને રેડમી નોટ 7sને ટક્કર આપશે. કંપની ફોનની કિંમત અને અન્ય સ્પેસિફિકેશનની જાણકારી તેની લોન્ચિંગ ઇવેન્ટમાં જાહેર કરશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Realme company's upcoming smartphone 'Realme 5s' launches on November 20, gets 48 megapixel camera


from Divya Bhaskar https://ift.tt/2CH3xNE

No comments:

Post a Comment