સાઉથ કોરિયન ટેક કંપની સેમસંગે ભારતમાં ‘ગેલેક્સી નોટ લાઈટ 10’ સ્માર્ટફોનની કિંમતમાં ઘટાડો કર્યો છે. ચાઈનીઝ પ્રોડક્ટ્સના વિરોધ વચ્ચે પોતાના પોર્ટફોલિયોમાં વધારો કરવા માટે કંપનીએ ભાવઘટાડાની જાહેરાત કરી છે. જાન્યુઆરીમાં લોન્ચ થયેલાં આ સ્માર્ટફોનનાં 6GB રેમ વેરિઅન્ટની કિંમત 38,999 રૂપિયા હતી બાદમાં મોબાઈલ ફોન્સ પર GST દર 12%થી વધીને 18% થવા પર કંપનીએ ફોનની કિંમત વધારીને 41,999 રૂપિયા કરી હતી. હવે કંપનીએ તેમાં 4,000 રૂપિયાનો ઘટાડો કર્યો છે. હવે ગ્રાહકો ફોનનાં 6GB વેરિઅન્ટની ખરીદી 37,999 રૂપિયામાં કરી શકશે.
‘ગેલેક્સી નોટ 10 લાઈટ’ની કિંમત
| વેરિઅન્ટ | લોન્ચિંગ સમયે કિંમત | GST વધ્યા બાદની કિંમત | નવી કિંમત |
| 6GB +128GB | 38,999 | 41,999 | 37,999 |
| 8GB +128GB | 40,999 | 43,999 | 39,999 |
‘ગેલેક્સી નોટ 10 લાઈટ’ સ્માર્ટફોનનાં બેઝિક સ્પેસિફિકેશન
| ડિસ્પ્લે સાઈઝ | 6.70 ઈંચ |
| પ્રોસેસર | 2.7 GHz ઓક્ટા કોર |
| સિમ ટાઈપ | ડ્યુઅલ નેનો સિમ |
| રિઝોલ્યુશન | 1080x2400 પિક્સલ |
| સિક્યોરિટી | ઈન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર |
| OS | એન્ડ્રોઇડ 10 |
| રેમ | 6GB/8GB |
| સ્ટોરેજ | 128GB |
| ફ્રન્ટ કેમેરા | 32 MP |
| રિઅર કેમેરા | 12MP +12MP + 12MP |
| બેટરી | 4500mAh |
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2E4poCw
No comments:
Post a Comment