ટેક જાયન્ટ ગૂગલે ભારતમાં કેમેરા બેઝ્ડ ટ્રાન્સલેશન સર્વિસ ‘ગૂગલ લેન્સ’ KaiOS યુઝર્સ માટે લોન્ચ કરી છે. બજેટ સ્માર્ટફોનમાં KaiOS ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ થાય છે. હવે યુઝર્સ ગૂગલ લેન્સની મદદથી સરળતાથી ટ્રાન્સલેશન જોઈ અને સમજી શકશે. કંપનીના જણાવ્યા અનુસાર, આ સર્વિસ એ જ KaiOS ફોન પર સપોર્ટ કરશે જેમાં ગૂગલ અસિસ્ટન્ટ સપોર્ટ ફીચર સપોર્ટ કરતું હશે.
ગૂગલે આ સર્વિસ વર્ષ 2019માં I/O ડેવલપર્સ કોન્ફરન્સમાં રજૂ કરી હતી. એન્ડ્રોઈડ બાદ હવે દેશમાં KaiOS યુઝર્સ પણ તેનો ઉપયોગ કરી શકશે. તેની મદદથી યુઝર સરળતાથી ટેક્સ્ટને તેની મનગમતી ભાષામાં રૂપાંતરણ કરી શકે છે અને તેને ઈમેજ ફોર્મેટમાં લઈ તેનો ફોટો પણ કેપ્ચર કરી શકે છે.
યુઝર્સ કોઈ પ્રોડક્ટનું લેબલ, સ્ટ્રીટ સાઈન્સ અને કોઈ પણ ડોક્યુમેન્ટ અને ટેક્સ્ટનું ટ્રાન્સલેશન કરી શકે છે. આ સર્વિસનો ઉપયોગ કરવા માટે KaiOS યુઝર્સે તેમના ફોનનું સેન્ટર બટન પ્રેસ કરવાનું રહેશે.
જિયોફોન અને જિયોફોન 2 યુઝર્સને લાભ મળશે
જિયોફોન અને જિયોફોન 2 ગૂગલ અસિસ્ટન્ટ સપોર્ટ કરે છે. તેથી જિયોફોન યુઝર્સને ગૂગલ લેન્સ સર્વિસનો લાભ મળશે. હાલ આ સર્વિસમાં અંગ્રેજી, હિન્દી, બંગાળી, તેલુગુ અને મરાઠી ભાષાઓ સપોર્ટ કરે છે. ટૂંક સમયમાં તેમાં ગુજરાતી ભાષાપણ ઉમેરવામાં આવશે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2WEM2aW
No comments:
Post a Comment