Sunday, 19 July 2020

ફેસબુક ડેડિકેટેડ સેક્શન ફેક્ટ્સ અબાઉટ કોવિડ-19 લોન્ચ કરશે, રોગચાળાને લગતા ખોટા સમાચારની સત્યતા બહાર આવશે

સોશિયલ મીડિયા પણ કોરોના વાઇરસને અટકાવવા શક્ય એટલા પ્રયત્નો કરી રહ્યું છે. તાજેતરમાં જ લોકોને આ રોગ પ્રત્યે જાગ્રત કરવાફેસબુકે જાહેરાત કરી છે કે, તે કોરોના રોગચાળા અંગેની ખોટી માહિતી ફેલાવતા સમાચારને અટકાવવા આવતા અઠવાડિયે તેના પ્લેટફોર્મ પર Facts About Covid-19 નામનું ડેડિકેટેડ સેક્શન લોન્ચ કરશે. આ સેક્શન મંગળવારે શરૂ થઈ શકે છે. આ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) દ્વારા શોધાયેલી ખોટી બાબતો જેવી કે, કોરોના વાઇરસને રોકવા માટે બ્લીચ પીવું અથવા હાઇડ્રોક્સાઇક્લોરોક્વીન લેવાથી કોવિડ-19ને અટકાવી શકાય વગેરે દૂર કરી દેશે. ફેસબુકે એક નિવેદનમાં જણાવ્યું કે, આ અઠવાડિયે અમે કોવિડ-19 ઇન્ફોર્મેશન સેન્ટરનું ડિકેટેડ સેક્શન લોન્ચ કરી રહ્યા છે, જેને ફેક્ટ અબાઉટ કોવિડ-19 પણ કહેવામાં આવી શકે છે. તેમણે આગળ જણાવતા કહ્યું કે, રોગચાળા અંગેની ખોટી માહિતી સામે લડવા માટે અમારા દ્વારા ચાલી રહેલા કાર્યમાં આ લેટેસ્ટ સ્ટેપ છે.

અલર્ટ આપીને ફેસબુક-ઇન્સ્ટાગ્રામ યુઝરને માસ્ક પહેરવાનું યાદ કરાવશે
લોકોને સુરક્ષિત રાખવામાં મદદ કરવા માટે કંપની તેમને માસ્ક પહેરવાનું યાદ અપાવવા માટે ફેસબુક એપ્લિકેશન અને ઇન્સ્ટાગ્રામના ટોપ પર અલર્ટ પણ નાખી રહી છે. જેને જોઇને લોકોને માસ્ક પહેરવાનું યાદ આવી જાય.

કોવિડ-19 ઇન્ફોર્મેશન માટે 60 કરોડ લોકોએ પોપ-અપ પર ક્લિક કર્યું
કંપનીએ જણાવ્યું કે, અમે અમારા કોવિડ -19 ઇન્ફોર્મેશન સેન્ટર દ્વારા આરોગ્ય અધિકારીઓના સંસાધનોથી 200 કરોડ અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પોપ-અપને 60 કરોડ કરતાં વધારે જાણવા માટે ક્લિક કર્યું છે.

ચેપગ્રસ્ત લોકો માટે ફેસબુક-ઇન્સ્ટાગ્રામ પર લગભગ 750 કરોડ રૂપિયા ભેગાં કર્યાં
તેમણે જણાવ્યું કે - જાન્યુઆરીથી લોકોએ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર કોવિડ-19થી ચેપગ્રસ્તોને મદદ કરવા માટે લગભગ 750 કરોડ રૂપિયા એકઠા કર્યા છે.

કોરોના પ્રત્યે અમેરિકાની પ્રતિક્રિયા ઓછી અસરકારક હતી - માર્ક ઝુકરબર્ગ
આ દરમિયાન, ફેસબુકના સીઇઓ માર્ક ઝુકરબર્ગે પણ ટ્રમ્પ વહીવટીતંત્રના કોવિડ-19 રોગચાળાને સંભાળવાની રીતની ટીકા કરી છે. ફેસબુકના સીઈઓ અનુસાર, ઘણા વિકાસશીલ દેશોની તુલનામાં અમેરિકાનો આ રોગ પ્રત્યેનો પ્રતિસાદ ઓછો અસરકારક રહ્યો છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Facebook to launch dedicated section Facts About Covid-19


from Divya Bhaskar https://ift.tt/3eENCjr

No comments:

Post a Comment